<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સ્‍ટેન્‍ડીંગ ચેરમેને ગેમઝોનને ખુબ ઉપયોગી અને સંપુર્ણ સલામત ગણાવ્‍યો

શાસકોની જીદ કે અન્‍ય ખેલ ?

રાજકોટ, તા. રર :  શહેરના કેકેવી ચોક ઓવર બ્રીજ નીચે મનપા દ્વારા બનાવવામાં આવનાર ગેમઝોનના વિરોધ વચ્‍ચે સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે સલામતીની ખાત્રી આપતા જણાવેલ કે, અહીં કોઇ અકસ્‍માત કે ટ્રાફીક જામની સમસ્‍યા નહીં ઉભી થાય. રાજય સરકારની સુચના મુજબ આ કામ મનપા દ્વારા કરવામાં  આવનાર છે. આ પ્રકારનું નિર્માણ અમદાવાદ, બરોડા, સુરતમાં પૂર્ણ થઇ ચુકયું છે. અમે રાજયના સારામાં સારા કન્‍સલટન્‍ટ પાસે ડીઝાઇન તૈયાર કરાવી છે. આ પ્રોજેકટ બન્‍યા બાદ વિરોધ કરનારાઓને પણ અલગ રાજકોટનો અનુભવ થશે.

શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોક બ્રીજ હેઠળ મનપા દ્વારા ગેમ ઝોનનું બાંધકામ શરૂ કરવામાં આવ્‍યું છે. તેની સામે ઉભા થતા વિરોધ અને આજે કોંગ્રેસે કરેલી રજુઆત અંગેના પ્રતિભાવમાં સ્‍ટે.કમીટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યું હતું કે સો પહેલા તો આ કોઈ ઇન્‍ડોર ગેમઝોન નથી, પરંતુ બ્રીજ હેઠળ રમત-ગમત પ્રવળતિની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં બ્‍યુટીર્ફીકેશન અંતર્ગત આવા બ્રીજ હેઠળ-સ્‍પોર્ટસ એકટીવીટી ઉભી કરવામાં આવી છે તે જ પ્રકારે રાજકોટમાં પણ આયોજન કરાયું છે. તેમાં લોકોની સલામતી સાથે કોઈ બાંધછોડ નથી અને પાકિર્ંગ સહિતની તમામ વ્‍યવસ્‍થાનો વિચાર સામેલ કરવામાં આવ્‍યો છે.

આ ચોકમાં ગેમ ઝોન અને ર્પાકિંગ સિવાયના પીલર, રામધામ અને રોયલ પાર્ક વચ્‍ચેના રસ્‍તા ખુલ્લા જ રહેવાના છે. કાર્ડના આધારે જ સભ્‍યોને તેમના પાકિર્ંગમાં પ્રવેશ મળશે. ટેન્‍ડરમાં તમાભ શરતો સંચાલન માટે નક્કી કરવામાં આવી છે.

માત્ર કેકેવી ચોક બ્રીજ નહીં, હવે બનનારા સૌથી મોટા કટારીયા ચોકડીના બ્રીજ હેઠળ પણ ગેમઝોન અને ફૂડ કોર્ટનો સમાવેશ ડિઝાઇનમાં જ કરવામાં આવ્‍યો છે. એટલે કે સરકારથી માંડી કોર્પો. દ્વારા તેનું સંપૂર્ણ મોનિટરીંગ કરીને આયોજન થયા છે.

 

(3:51 PM IST)