તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો ફારૂક રાઉમા પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ વિજયરાજસિંહ જાડેજા, કોન્સ તુલસીભાઇ ચુડાસમાં અને સંજયભાઇ ખાખરીયાની બાતમી

રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ પોલીસ મથકમાં કબ્જે થયેલા વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે પકડી લીધો હતો.
મળતી વિતગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતાચ આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરની સૂચના ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે.મોવલીયા સ્ટાફ સાથે આરોપીઓની શોધમાં હતા. ત્યારે હેડ કોન્સ વિજયસિંહ જાડેજા, કોન્સ તુલસીભાઇ ચુડાસમા અને સંજયભાઇ ખાખરીયાને બાતમી મળતા કુવાડવા રોડ પોલીસ મથકમાં કબ્જે થયેલા વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા ફારૂક અલીમામદ રાઉમા (ઉ.વ. ૨૬) (રહે. ભગવતીપરા શેરી નં. ૧૦ મૂળ ટગાગામ તા. રાપર-કચ્છ ને પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.આઇ.એમ.આર. ગોંડલીયા એમ.એલ.ડામોર, પીે.એસ.આઇ. એમ.કે. માલવીયા, એ.એસ.આઇ.રણજીત સિંહ પઢારીયા, હેડ.કોન્સ સંજયભાઇ ખાખરીયા, કોૈશીકભાઇ જાડેજા, સુભાષભાઇ ધોધરી, કોન્સ. તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, કોૈશીકભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
(11:45 AM IST)










