<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ચેક રિટર્નના કેસમાં સજાના હુકમ બાદ નાસી છુટેલા આરોપીને વોરંટ બજાવી જેલ હવાલે કરાયો

પોલીસે પકડીને કોર્ટમાં રજુ કરતા સજા ભોગવવા જેલ હવાલે

રાજકોટ, તા.૨૩: રૂા.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ) ના ચેક રીટર્ન કેસના ગુન્‍હામાં એક વર્ષની સજા માટે નાસી છુટેલ આરોપીને વોરંટ ના આઘારે પકડીને કોર્ટ જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં રહેતા પી. કે. ગોહિલ પાસેથી તેમના મિત્ર સંદીપ જોશીએ તેની અંગત અને ધંધાકીય જરૂરીયાત માટે રૂપિયા ૩૫ લાખ હાથ ઉછીના માંગેલ, જે તે સમયે ફરીયાદીએ આરોપીને રૂપિયા ૧૫ લાખ બેંક મારફત અને રૂપિયા ૨૦ લાખ રોકડા મિત્ર હોવા સબબ મદદ કરવા માટે આપેલા, જે રકમ પેટે આરોપીએ ફરીયાદીને રૂપિયા પાંચ લાખ રોકડા પરત કરી આપેલ અને બાકી રહેતી રકમ રૂપિયા ૩૦ લાખની લેણી રકમનાં પાર્ટ પેમેન્‍ટ પેટે રૂપિયા ૨૦ લાખનો પોતાની બેંકનો ચેક ફરીયાદીને લખી આપેલ અને વચન, વિશ્વાસ આપેલ કે ચેક રજુ કરવાથી તેમને ચેક મુજબની રકમ મળી જશે, જેથી ફરીયાદીએ ચેક બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલે પરત ફરેલ જેથી ફરીયાદીએ આરોપીને તેના ધંધાનાં તથા ઘરનાં સરનામે નોટીસ મોકલેલ, જે નોટીસ આરોપીએ સ્‍વીકારેલ નહિં અને નોટીસ રીફયુઝના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ આરોપી વિરૂધ્‍ધ રાજકોટ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ ચાલી જતાં આરોપી પક્ષ ફરીયાદીની ઉલટતપાસમાં ફરીયાદની હકીકતનુ ખંડન થઈ શકે તેવી હકીકત રેકર્ડ પર લાવી નહિં શકેલ હોવાનું માની અને ફરીયાદ પક્ષે રજુ રાખેલ ફરીયાદીની જુબાની, દસ્‍તાવેજો તથા દલીલો અને નામદાર વડી અદાલતનાં ચુકાદાઓને ધ્‍યાને રાખી ફરીયાદીને ચેક કાયદેસરનાં લેણાં પેટે આપેલ હોવાનું માની વટાવખત અધિનિયમની કલમ-૧૩૮ ના ગુન્‍હામાં તકસીરવાર ઠેરવી આરોપી સજાના દિવસે હાજર નહિં રહેતા તેની ગેરહાજરીમાં ૧ (એક) વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ અને ચેકની રકમ રૂપિયા ૨૦ લાખ દિન-૬૦ માં ચુકવવા હુકમ કરેલ, જો વળતરની રકમ ના ચુકવે તો વધુ ૨ (બે) માસની સજા ભોગવવાનો હુકમ કરેલહતો.

 ત્‍યારબાદ ફરીયાદીએ આરોપીની સજાની અમલવારી માટે ખુબ શોધ કરેલ અને આરોપી રાજકોટ આવેલ હોવાની જાણકારી મળતાં તેઓનાં વકીલ મારફત સજાનું વોરંટ ઈશ્‍યુ કરાવેલ અને વોરંટ મારફત આરોપીને પકડી નામદાર કોર્ટમાં હાજર કરેલ જેથી કોર્ટે આરોપીને જાહેર કરેલ સજા અન્‍વયે ૧ (એક) વર્ષની સજા ભોગવવા આરોપીને જેલ હવાલે કરેલ.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટનાં  ધારાશાષાી હરેશ ભટ્ટ, અજય એન. ચાંપાનેરી અને તન્‍વી શેઠ રોકાયેલ હતા.

(3:23 PM IST)