<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.દ્વારા ધ્‍વજવંદન - ભારત માતા પૂજન યોજાશે

પરાગજી અભ્‍યંકર અને અમૃતભાઇ ગઢીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ આગામી પ્રજાસતાક પર્વે, તા.૨૬ જાન્‍યુઆરીએ રવિવારે સવારે ૯ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બહારગામની તમામ શાખાઓમાં અને રાજકોટ શહેરમાં હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય', ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધ્‍વજવંદન અને ભારત માતા પૂજન યોજાશે.

આ પ્રસંગે રાજકોટ ખાતે અખિલ ભારતીય સેવા પ્રમુખ પરાગજી અભ્‍યંકર અને શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અમૃતભાઇ ગઢીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે.

ઉપરોક્‍ત કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્‍યો, ેલીગેટ, કર્મચારીગણ અને આમંત્રીતોને રાજકોટ ખાતે અથવા બહારગામમાં બેંકની નજીકની શશાખામાં ઉપસ્‍થિત રહેવા બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે અનુરોધ કરેલ છે.

(3:24 PM IST)