તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
પીડીએમ ફાટક પાસે માલગાડી હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત
ભુરૂ જીન્સ અને કાળો શર્ટ પહેર્યો છેઃ ઓળખ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૨૩: શહેરના ગોંડલ રોડ પર પીડીએમ ફાટક નજીક બપોરે માલગાડી હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગરના પીએસઆઇ પી. વી. ડોડીયા અને આનંદભાઇએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવાનની ઉમર આશરે પાંત્રીસ વર્ષ જેવી છે. તેણે ભુરૂ જીન્સ અને કાળો શર્ટ પહેરેલા છે. ટ્રેન ડ્રાઇવરના કહેવા મુજબ તેણે માલવાડી સામે દોટ મુકી પડતુ મુકી દીધુ હતું. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
(3:49 PM IST)










