તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
શનિવારે રેસકોર્ષમાં ભવ્ય લોકડાયરોઃ તડામાર તૈયારીઓ
મહાનગરપાલિકા દ્વારા ‘પ્રજાસતાક પર્વ'ની ઉજવણીના ભાગરૂપે કિર્તીદાન ગઢવી તથા ધીરૂભાઇ સરવૈયા રંગ જમાવશે પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થળ મુલાકાત કરતા મનીષભાઇ રાડીયા, સુરેન્દ્રસિંહ વાળા અને અધિકારીઓઃ શહેરીજનોને આ કાર્યક્રમ માણવા પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ તા.૨૩: મહાનગરપાલિકા દ્વારા ‘પ્રજાસત્તાક પર્વ'ની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૨૫, શનિવારના રાત્રે ૦૮:૩૦ કલાકે, કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘‘લોકડાયરા''નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કિર્તિદાનભાઈ ગઢવી તથા હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની વાણીથી શહેરીજનોને તરબોળ કરાવશે. આ ‘‘લોકડાયરા''નું દિપ પ્રાગટય રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ્ હસ્તે કરી, ‘‘લોકડાયરા''નો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ ‘‘લોકડાયરો'' કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમાજ કલ્યાણ સમિતી ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખીને કાર્યક્રમની સ્થળ મુલાકાત કરવામાં આવી. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એલ.ઈ.ડી., બેકડ્રોપ, સુશોભન, વી.વી.આઈ.પી.-વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, ર્પાકિંગ, સુરક્ષા, સફાઇ, બેરીકેટીંગ વગેરે બાબતો અંગે રીવ્યું કરવામાં આવ્યું અને તે અંગે અધિકારીઓને તથા આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આ સ્થળ મુલાકાતમાં શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આસી. કમિશનર બી.એલ. કાથરોટિયા, સિટી એન્જીનીયર અતુલ રાવલ, બી.ડી.જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, દબાણ હટાવ અધિકારી પરબત બારીયા, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, નાયબ કાર્યપાલક ઈજનેર હેમેન્દ્ર કોટક, મેનેજર કૌશિક ઉનાવા, વત્સલ પટેલ, નીલેશ કાનાણી, લાઇબ્રેરીયન નરેન્દ્ર આરદેશણા, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભ જીંજાળા, આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા.
(3:55 PM IST)










