<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

આઝાદ ભારતના વિવિધ જ્ઞાતિ-જાતીને અનેકવિધ ધર્મમાં આસ્‍થાને શ્રધ્‍ધા ધરાવતા એકસો ચાલીસ કરોડ પ્રજાનો અતિ અમૂલ્‍ય ગ્રંથ બંધારણ :પ્રજાસતાક પર્વે બંધારણની આછેરી ઝલક-તખુભા રાઠોડ

ભારતને આઝાદી બાદ દેશને અનુરૂપ બંધારણ આપવાનું સુચન તે સમયના બ્રિટીશ વડાપ્રધાન મી.કેલમેન્‍ટનું હતું. વિશ્વના લોકશાહી દેશમાં અમેરિકાનું બંધારણ જુનુ છે. સને ૧૭૮૯ માં અમેરીકામાં બંધારણ અમલમાં આવેલ. ટચુકડા દેશ મોનાકોનું બંધારણ સૌથી નાનું છે. માત્ર ૩૮૧૪ શબ્‍દોમાં બંધારણ લખાયેલું છે. દેશની તમામ પ્રજાને અનુકુળ અમૂલ્‍ય બંધારણ મળે તે માટે દેશના વિવિધ ક્ષેત્રના ૨૪૮ તજજ્ઞોની એક બંધારણ સમીતીનું ગઠન કરવામાં આવેલ જેમાં ૧૫ સભ્‍યો, મહીલા હતી. આ સમીતીના પ્રમુખપદે પૂર્વ રાષ્‍ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદ ને ડ્રાફટીંગ સમીતીના પ્રમુખપદે ડો.આંબેડકરે સેવા આપેલ બંધારણ સમીતીની રાત દિવસની સખ્‍ત મહેનતથી બંધારણને આખરી સ્‍વરૂપ આપવા ૨ વર્ષ ૧૧ મહિનાને ૧૮ દિવસનો સમય લાગેલ તે સમયે બંધારણ તૈયાર કરવાનો કુલ ખર્ચ રૂા.૬૩,૯૬,૭૨૯ થયેલ. દેશની પ્રજાને લોકશાહી માળખામાં અમૂલ્‍ય બંધારણ મળે તે માટે બંધારણ સમીતીએ વિશ્વના સાંઇઠ દેશોનો બંધારણનો ઉંડો અભ્‍યાસ કરેલ આપણું બંધારણ હિન્‍દી અને અંગ્રેજીમાં હાથેથી લખાયેલ છે જેમાં હિન્‍દીમાં અતિ સુંદર અક્ષરે લખવાની કામગીરી શ્રી પ્રેમ બિહારી રાયજાદાએ અને અંગ્રેજીમાં શ્રી રામમનોહર સિંહએ કરેલ છે આપણા બંધારણમાં ૨૫-ભાગ-૪૪૮ કલમ અને ૧૨-શેડયુઅલને તેના ૨૩૧ પાના છે. જે વિશ્વના લોકશાહી દેશમાં સૌથી મોટુ બંધારણ છે. બંધારણના વિવિધ પાનામાં કલાની અતિ સુંદર ને મનમોહક ચિત્રો દોરવાની સુંદર કામગીરી પ્રસિધ્‍ધ કલા સંસ્‍થા શાંતિ નિકેતનના અતિ ઉતમ કલાકાર શ્રી નંદલાલ બોઝે બજાવેલ છે.

 જન જાગળતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં બંધારણ અંગે અનેક ચર્ચાઓ ચાલે છે. જેથી બંધારણ શબ્‍દ પ્રજાને અવાર નવાર સાંભળવા મળે છે. આ બંધારણના આઝાદ ભારતના પાવન પ્રસંગે ૨૬ જાન્‍યુઆરી ગણતંત્રના દિવસે વાંચકોને બંધારણની મહત્‍વની બાબતોની ઝલક,

વિશ્વના લોકશાહી દેશોની પ્રજા માટે બંધારણ અણમોલ ગ્રંથ ગણાય. બ્રિટીશ હકુમતે આપણા દેશને ૧૯૪૭-૧૫ ઓગષ્ટમાં આઝાદી આપેલ ને ૧૯૪૯ ની ૨૬ મી નવેમ્‍બરે દેશ બંધારણ સ્‍વીકારેલ ને ૧૯૫૦-૨૬ મી જાન્‍યુઆરીથી બંધારણ અમલમાં આવેલ છે તે સમયે દેશની ૩૬ કરોડની વસ્‍તી હતી. વિશાળ દેશમાં અનેક જ્ઞાતિની પ્રજા આ પ્રજાના અનેક ધર્મ, વિવિધ ભાષાઓ, વિભિન્ન સંસ્‍કળતિ અલગ અલગ રીતી રિવાજો હોવા છતા આપણે પ્રજાતંત્રની રાહ અપનાવેલ ત્‍યારે વિશ્વ આ દેશ અખંડ રહી લોકશાહી પદ્ધતિથી કેમ ચાલશે એ જોવા ઉત્‍સુકને આતુર હતો. આજ આપણે દેશ વિશ્વના ઉત્તમ લોકશાહી દેશમાં સર્વોત્તમ સ્‍થાને ગણાય છે. જે આપણા માટે ગૌરવની બાબત છે. બંધારણ વાંચવુ ન ગમે પણ દેશના બુદ્ધિજીવી નાગરીકો અને કોલેજમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ બંધારણનો અભ્‍યાસ કરી પ્રજાના અધિકારો અને ફરજો અંગે વાકેફ હોવુ જરૂરી છે.

લોકશાહી દેશનો મુખ્‍ય આધાર સ્‍તંભ ‘બંધારણ' છે. આ બંધારણની મુળભૂત અને જાણવા જેવી બાબતોની આછેરી ઝલક.

ભારતને બંધારણ આપવાનો વિચાર-સુચન તે સમયના બ્રિટીશ વડા પ્રધાન મી.કેલમેન્‍ટનો હતો.બંધારણમાં વિવિધ બાબતો દુનિયાના અન્‍ય દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે, સૂપ્રિમ કોર્ટની કાર્ય પદ્ધતિ સિદ્ધાંત જાપાન પાસેથી રશીયા પાસેથી પંચ વર્ષીય યોજનાની નિતી અને સ્‍વતંત્રતા-સમાનતા વિચારો ફ્રાન્‍સના છે.

બંધારણ સમિતીએ વિશ્વના ૬૦ જેટલા દેશના બંધારણનો અભ્‍યાસ કરી આપણું બંધારણ તૈયાર કરેલ છે. બંધારણ સમિતીમાં વિવિધ ક્ષેત્રના મહાન તજજ્ઞ ૨૮૪ સભ્‍યો હતા. જેમાં ૧૫ મહિલા હતા. આ સમિતીના પ્રમુખપદે ડો. રાજેન્‍દ્રપ્રસાદ કાર્યકારી ચેરમેન સચ્‍ચિદાનંદ સિંહા હતા. ડ્રાફટીંગ સમિતીના પ્રમુખ પદે ડો. આંબેડકર હતા અને કાયદાના સલાહકારો બી. નરસિંહ રાવે ફરજ બજાવેલ.

બંધારણ સભાની પ્રથમ બેઠક ૧૯૪૬ ની ૯ મી ડિસેમ્‍બર મળેલ. ત્‍યારબાદ બંધારણ સમિતીએ દિવસ રાત ૨ વર્ષ ૧૧-મહિનાના ૧૮-દિવસ આમ કુલ ૧૦૮૨ દિવસ કાર્ય કરી બંધારણ તૈયાર કરેલ.

આપણું બંધારણ ૨૫ ભાગમાં છે. કુલ ૪૪૮ કલમ અને ૧૨ શેડયુઅલનો સમાવેશ થયેલ છે. જેના કુલ ૨૩૧ પાના છે. દુનિયામાં સૌથી લાંબુ હિન્‍દી અને અંગ્રેજીમાં હાથથી લખેલ આપણું બંધારણ છે. આ બંધારણમાં કુલ ૧,૪૬,૩૮૫ શબ્‍દો છે. બંધારણની અસલ કોપી સંસદની લાયબ્રેરીમાં કાચની બંધ પેટીમાં રાખવામાં આવેલ છે. પેટીમાં રહેલો હિલીયમ વાયુ આ મુળપ્રત ન સાચવી રાખે છે. આ બંધારણના સુરક્ષાની જવાબદારી દિલ્‍હી સ્‍થિત નેશનલ ફિઝીકલ લેબોરેટરી સંભાળે છે. બંધારણના હાથથી લખેલા પાનાઓને જોડી બાઈન્‍ડ કરી પુસ્‍તક રૂપે મઢવાનું કામ દહેરાદુન ખાતે આવેલ સર્વે ઓફ ઇન્‍ડીયાની ઓફીસે કરેલ છે.

બંધારણ તૈયાર કરવાનો ખર્ચ રૂ& ૬૩,૯૬,૭૨૯ થયેલ છે. બંધારણમાં પહેલુ વાકયે વીધ પિપલ ઓફ ઈન્‍ડીયા (અમે ભારતના લોકો) થી શરૂ થાય છે. આ પ્રેરણા અમેરીકાના બંધારણમાંથી લીધેલ છે. વિશ્વના લોકશાહી દેશોમાં અમેરીકાનું બંધારણ જૂનુ છે. અમેરીકામાં ૧૭૮૯ માં બંધારણ અમલમાં આવેલ છે. સૌથી નાનુ બંધારણ નાના એવા દેશ મોનાકોનુ છે. તેના બંધારણમાં માત્ર ૩૮૧૪ શબ્‍દોનો સમાવેશ થાય છે. સામાન્‍ય નાગરીકોને બંધારણ વાંચવુ ગમે નહી પરંતુ બંધારણની આ કલમો પ્રજાને અસર કરતા છે. આર્ટીકલ-૧૨-૩૫ મૂળભુત અધિકાર-આર્ટીકલ-૩૪૩ દેશની સત્તવાર ભાષા, આર્ટીકલ-૩૫૨, ૫૧-એ-નાગરીકોની મુળભૂત ફરજો રાષ્‍ટ્રીય કટોકટી આર્ટીકલ-૩૫૭ રાષ્‍ટ્રપતિ શાસન આર્ટીકલ-૩૬૮ સંસદની સત્તા વગેરે.

પરિવર્તન કુદરતનો નિયમ છે એ મુજબ આપણા બંધારણમાં વિવિધ કલમમાં ૧૨૩ થી વધુ સુધારા થયેલ છે. આપણુ મહાન બંધારણ અતિ સુંદર અક્ષરના સ્‍વામી દિલ્‍હીના પ્રેમ બિહારીએ માનદ સેવાથી છ માસની સખ્‍ત મહેનતથી લખી આવેલ છે. બંધારણ લખવામાં તેને શાહીવાળી પેનની ૨૫૪ નીપ (ટાંક) વાપરી હતી.

બંધારણ લખાણને મનમોહક બનાવવા બંધારણના પાનાની સજાવટ માટે પ્રતિષ્ઠિત કલા સંસ્‍થા શાંતી નિકેતનના હોનહાર કલાકારો નંદલાલ બોઝ અને રામમનોહર સિંહે બંધારણના પાનામાં દેશના ભવ્‍ય ઈતિહાસ, ધર્મ અને સંસ્‍કળતિના અતિસુંદર ચિત્રોથી બંધારણનું સજાવટ કરેલ છે.

બંધારણનો અભ્‍યાસ કરવા ઇચ્‍છતા લોકોને બંધારણની નકલ પ્રસિદ્ધ પુસ્‍તકોની દુકાનથી ઇન્‍ટરનેટ પર પીડીએફમાં મળી શકે છે. ભારત માતાકી જય..... લોકશાહી અમર રહો

સંપાદકઃ

તખ્‍તસિંહ

(તખુભા) રાઠોડ

(મો.૯૮૨૪૨ ૧૬૧૩૦)

(4:05 PM IST)