તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
મનુભાઇ મીરાણી દ્વારા ઉચ્ચ શિક્ષિત લોહાણા યુવક-યુવતિઓ માટે ૧૯મો ઓનલાઇન પરિચય મેળો...
૧૦ મી સુધી ફોર્મ સ્વિકારાશેઃ ૧૬ ફેબ્રુઆરીએ સાંજે પ વાગે રાજકોટ ખાતે

રાજકોટઃ રઘુવંશી સમાજનાં શ્રી મનુભાઇ મીરાણી દ્વારા ર૪ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતિઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર' દર રવિવારે લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે.
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવંશી સેના-રાજકોટ દ્વારા મનુભાઇ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઇન ‘શ્રી રઘુવંશી હાઇ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદારો માટે ૧૯ માં ‘પરિચય મેળા'નું આયોજન ૧૬ ફેબ્રુઆરી, પાંચ કલાકથી કરાયું છે.
ઉમરના મેચીંગ ગ્રૃપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઇન પી.ડી.એફ. ફાઇલ વ્હોટસએપમાં મળી જશે. પી.ડી.એફ. ફાઇલ તૈયાર કરવાની હોવાથી નિઃશુલ્ક રજીસ્ટ્રેશન તા. ૧૦ ફેબ્રુઆરી, સોમવાર સુધીમાં કરી દેવું ફરજીયાત હોવાનું સંસ્થા જણાવે છે.
આ પરીચય મેળામાં ભાગ લેવા માટે વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો. ૯૮ર૪ર ર૧૯૯૯) સંજયભાઇ કકકડ (મો.૯૧પ૭૩ ૪૩૭૯૯) પર તા. ૧૦ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી કરાઇ છે. આ ઓનલાઇન પરીચય મેળામાં સમગ્ર ભારતભરમાંથી અંદાજે ૩૦૦ લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતી ભાગ લેશે તેમ સંસ્થા દાવો કરે છે.
વિશેષ માહિતી માટે મનુભાઇ મીરાણી ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર(નિઃશુલ્ક-મો. ૯૪ર૮૪ ૬૬૬૬૩) પર બપોરે ૧ર થી ૧ દરમ્યાન સંપર્ક કરવા આ યાદીમા઼ જણાવાયું છે. (૩૬-
(4:04 PM IST)










