તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
મનપાનો નવો અભિગમઃ રેસકોર્ષમાં બાળકો માટે બેદિ' લિટરેચર ફિએસ્ટા કાર્યક્રમઃ નિશુલ્ક પ્રવેશ
તા. રપ તથા તા. ર૬ ના સવારના ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યક્રમઃ મહાનગરપાલિકા તથા સરસ્વતી સ્કુલિંગ સિસ્ટમના સંયુકત ઉપક્રમે યોજાશે

રાજકોટ, તા. ર૩: મહાનગરપાલિકા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની સાથે તેમનામાં રહેલી સુષુપ્ત આવડતો અને સર્જનાત્મકતાને વિકસાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા તથા સરસ્વતી સ્કુલિંગ સિસ્ટમના સંયુક્ત ઉપક્રમે તા.૨૫ થી તા.૨૬ સુધી સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૭:૦૦ કલાક સુધી ફૂટબોલ ગ્રાઉન્ડની બાજુમાં, બાલભવનથી આગળ, રેસકોર્ષ ખાતે ‘લિટરેચર ફિએસ્ટા' કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનો શુભારંભ તા.૨૫, શનિવારે સવારે ૦૯:૦૦ કલાકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.
‘લિટરેચર ફિએસ્ટા' કાર્યક્રમનો મુખ્ય ઉદેશ સાહિત્યની પ્રવળત્તિઓને વેગ મળે, બાળકો સાહિત્યમાં રસ લેતા કરી શકાય, પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખે, સમૂહજીવન અને સહકાર-ભાઈચારાના પાઠ શીખે, જાહેર જીવનમાં લોકો સાથે સંપર્ક સાધતા શીખે, તેનો આત્મવિશ્વાસ વધે, ‘હું પણ કંઇક કરી શકું છું'- એવી ક્ષમતા અને ભાવના કેળવવાનો છે. આ કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવનાર છે તેમજ કાર્યક્રમની મુલાકાત માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવનાર છે.
આ ‘લિટરેચર ફિએસ્ટા' કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખીને કાર્યક્રમની સ્થળ મુલાકાત કરવામાં આવી. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, બેકડ્રોપ, સુશોભન, બેઠક વ્યવસ્થા, પાકિર્ંગ, સુરક્ષા, સફાઇ, બેરીકેટીંગ વગેરે બાબતો અંગે રીવ્યું કરવામાં આવ્યું અને તે અંગે અધિકારીઓને તથા આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આ સ્થળ મુલાકાતમાં શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સિટી એન્જીનીયર બી.ડી.જીવાણી, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, મેનેજર કૌશિક ઉનાવા, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભ જીંજાળા, રોશની શાખાના વર્ક આસી. હિતેશ વિડજા તથા અન્ય કર્મચારીઓ અને આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા.(
(4:05 PM IST)










