તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 23rd January 2025
રાજકોટ માટે પાણીનો કાયમી વિકલ્પ ઉભો કરવો જરૂરીઃ વશરામભાઇ
મનપાના વિરોધ પક્ષના નેતાએ રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પુલ સહિતના ૧પ સુચનો

રાજકોટ, તા., ૨૩: આવતા અઠવાડીયે મનપાનું ર૦રપ-ર૬નું બજેટ રજુ થનાર છે. ત્યારે વોર્ડ નં. ૧પના કોંગ્રેસ કોર્પોરેટર તથા વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ પાણી રોડ-રસ્તા, શિક્ષણ, પુલ, શૌચાલય, આરોગ્ય, વરસાદી પાણીના નિકાલ સહિત ૧પ જેટલા સુચનોને આગામી બજેટમાં સમાવેશ કરવા તંત્ર વાહકોને પત્ર લખી માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતા બાળકોનો રમત ગમ્મતમાં તેનો વિકાસ થાય તેના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એથ્લેટિક્સ ટ્રેક અને ગ્રાઉન્ડ બનાવવા તથા નેશનલ કક્ષાના કોચની પણ વ્યવસ્થા કરવી જોઈએ.
ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ રોડ ચોકડી સુધી બંને સાઈડની કપાતની કામગીરી જલ્દી કરીને ડ્રેનેજ પાણી અને રસ્તાના કામો કરવા જણાવ્યું છે.
વોર્ડ નંબર ૧૫ માંથી પસાર થતી ખોખરદડી નદી નીચેથી રસ્તો છે તેને રેગ્યુલર કરવાથી વોર્ડ નં ૧૫/૧૬/૧૮ એમ ત્રણ વોર્ડના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે જેથી લોકોને ફાયદો થાય. ગોંડલ રોડ ચોકડીએ પુલ નીચે ટોયલેટની (મુતરડી) વ્યવસ્થા કરવી.
વોર્ડ નંબર ૧૫ માં આવેલ આજીડેમ ચોકડી થી ૮૦ ફૂટની ચોકડી સુધી રસ્તાને ગૌરવ પંથ તરીકે ડેવલપ કરવો.
રાજકોટમાં ટીપી નંબર ૩૪ ૩૫ ૩૬ વાવડી અને મવડી એટલે કે વોર્ડ નંબર ૧૧ અને ૧૨ માં આવેલ છે તે ટીપીના દરેક રસ્તાની મેટલીંગ કામ કરી શહેરના રાજકોટના તમામ બાકી રહેલા વોર્ડમાં પાણીની ડી.આઈ પાઇપ લાઈન જલ્દીથી નખાવામાં આવે.
ઉપરાંત વોર્ડ નંબર ૧૫માં આવેલ શિવનગર વિસ્તારમાં કોર્પોરેશનની શાળા નંબર ૯૯ જે પ્રાઇવેટ મકાનમાં છે તે પણ સુધી સુચિત સોસાયટીમાં આવે છે તે સ્કૂલ માટે કોર્પોરેશન દ્વારા નવી સ્કૂલ બનાવવી જોઇએ.
હ્યુન્ડાઈ શોરૂમ થી કેસરી હિન્દી ફુલ સુધી રીવરફ્રન્ટ નું કામ આવનારા બજેટમાં લેવું. ભાણજી દાદા વાળો જર્જરીત પુલ તોડી નવો બ્રિજ બનાવવામાં આવે.
રાજકોટમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવી શહેરમાં આરોગ્ય કેન્દ્રની સંખ્યા અને સ્ટાફ વધારી મહોલ્લામાં ક્લિનિક બનાવવા.
કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અંગ્રેજી માધ્યમથી શાળાઓ અને વર્ગો ઊભા કરવા.
(૧૫) રાજકોટની પ્રજા માટે નર્મદા સિવાય પાણી માટે કાયમી સોર્સ ઊભા કરવા પણ પત્રના અંતમાં જણાવાયું છે. (૪.૨૮)
(4:11 PM IST)










