<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

કાલે હોમીયોપેથી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા નવી શિક્ષણ નિતિ અનુરૂપ નેશનલ કમીશન ફોર હોમીયોપેથી પ્રોગ્રામનું આયોજન * ૧૨ કોલેજોના શૈક્ષણીક સ્ટાફ ઉપસ્થિત રહેશે * તા.૨પના રાષ્ટ્રીયકક્ષાનો સેમીનારઃ નામાંકિત તબીબો માર્ગદર્શન આપશે

રાજકોટઃ અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડીન ડો.કલ્પિત સંઘવી, ડો.મનસીજ પથીક, ડો.જ્યોતિબેન સોઢા, ડો.ફાલ્ગુનીબેન જોશી, ડો.અજય શાહ સાથે નજરે પડેે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૨૩: નવી શિક્ષણ નિતી અંતર્ગત પ્રથમવાર નેશનલ કમીશન ફોર હોમીયોપેથી એન્ડ ફેકલ્ટી ઓફ હોમીયોપેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૨૪ના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૧૨ હોમીયોપેથીક કોલેજના તમામ શૈક્ષણિક અને હોસ્પિટલના ફેકલ્ટી માટે ફેકલ્ટી ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા હેલ્થ કેર ફાઉન્ડેશનના ઉપક્રમે ડીન ડો.કલ્પિત સંઘવીના પ્રયત્નથી નવી શિક્ષણ નીતિને અનુરૂપ નેશનલ કમિશન ફોર હોમીયોપેથી દ્વારા BHMSના સંપૂર્ણ અભ્યાસક્રમને યોગ્યતા આધારિત ગતિશીલ અભ્યાસક્રમ એટલે કે સ્કીલ અને પ્રેકટીકલ આવડત આધારિત ગતિશીલ અભ્યાસક્રમ વર્ષ ૨૦૨૨થી લાગુ કરવામાં આવેલ છે. તેના માટે ખાસ હોમીયોપેથીક એજ્યુકેશન બોર્ડ, નેશનલ કમિશન ફોર હોમીયોપેથીના પ્રમુખ ડો.તાર્કેશ્વર જૈન તથા આગામી વર્ષોમાં આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ તથા આયુષ્માન ભારત ડીજીટલ મીશન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રને જોડતી એક ડીજીટલ હેલ્થ ઈકો સિસ્ટમ આકાર લઈ રહી છે, ત્યારે હોમીયોપેથીક એથિકસ અને રજીસ્ટ્રેશન બોર્ડના પ્રમુખ ડો.પિનાકીન ત્રિવેદી, વન નેશન વન રજીસ્ટ્રેશન પોલીસી - નેશનલ રજીસ્ટર ઓફ હોમીયોપેથી માર્ગદર્શન આપશે.

હોમીયોપેથી તબીબી શિક્ષણને કલાસરૂમથી કિલનિક લઈ જવા હોમિયોપેથીક શિક્ષણને ઇન્ટરેકિટવ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આટર્સ ગેલેરી, સ્ટેટિસ્ટિક ભવન ખાતે આવતી કાલે સવારે આયોજન કરવામાં આવેલ છે.

ઉપર્યુકત કાર્યક્રમમાં NCH, ચેરપર્સન ડો.અનિલ ખુરાના તથા વાઈસ ચાન્સેલર  ડો.ઉત્પલ જોષીનું માર્ગદર્શન તથા સહયોગ મળેલ છે.

રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર ૪.૦ નું રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ આયોજીત કરવામાં આવેલ છે. હોમિયોપેથીક તબીબી પદ્ધતિ ના પાયા ના ત્રણ મુખ્ય વિષયો તથા હોમિયોપેથીક. સિસ્ટમને અસરકારક બનાવનાર તથા સરળ અને લોકભોગ્ય બનાવનાર ત્રણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હોમિયોપેથીક નિષ્ણાંતો રાજકોટ ખાતે પધારશે તથા વિધાર્થીઓ, ડોકટરો અને ફેકલ્ટીઓ સાથે સીધો સંવાદ કરશે, જેમાં મુખ્યત્વે ડૉ. અશોક કુમાર દાસ, ફાઉન્ડર ચેરમેન, દાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કોલકાતા, કલકત્તા થી. ડૉ. શશિકાંત તિવારી ચેરમેન, ડ્રગ પ્રુવિગ કમિટી સી.સી.આર.એચ. - દિલ્હી, બૂક ના લેખક મેંગ્લોર થી તથા ડૉ. પ્રવિણ કુમાર, આંતરરાષ્ટ્રીય વકતા અને શિક્ષક, ટ્રસ્ટી એન્ડ સેક્રેટરી જનરલ, ગ્લોબલ હોમીયોપેથી ફાઉન્ડેશન, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ - હૈદરાબાદ થી ખાસ હાજરી આપી રહ્યા છે.

(4:13 PM IST)