<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

૧૫ ફેબ્રૂ.ની વીરપુર પદયાત્રા મોકૂફ રાખવા રઘુવંશી અગ્રણીઓની અપીલ

કાશ્‍મીરાબેન નથવાણીએ કહ્યું તરત આ જાહેરાત કરશું રાજકોટ-વીરપુર હાઇ-વે પર સિક્‍સ લેન રોડનું કામ ચાલુ હોઇ ભૂણાવાથી ગોંડલ સુધી તો માત્ર સર્વિસ રોડ પર જ વાહનો ચાલતા હોવાથી પદયાત્રીઓએ પારાવાર મુશ્‍કેલી નડે તેમ છેઃ બલરામ કારીયા

રાજકોટઃ પરમ પૂજ્‍ય જલારામ બાપાની ૧૪૪ મી પૂણ્‍યતિથિ નિમત્તે રઘુવીર યુવા સેના દ્વારા આ વર્ષે પણ તા. ૧પ ફેબ્રુઆરી ૨૦૨પ ના રોજ રાજકોટથી વીરપુર સુધીની ૨૫ મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પદયાત્રા સિક્‍સ-લેન રોડના ચાલુ કામના કારણે પદયાત્રીઓ માટે જાનલેવા મુશ્‍કેલી સર્જી શકે છે તેવી પદયાત્રીઓ, સમાજના આગેવાનો, પ્રબુધ્‍ધ નાગરિકોએ ચિંતા વ્‍યક્‍ત કરી પદયાત્રીઓના હિતમાં પદયાત્રા મોકૂફ રાખવી જોઇએ તેવા ભારપૂર્વક સૂચન  કર્યા છે. 

બલરામ કારીયા લખે છે કે બલરામ કારિયા,શ્રી રઘુવીર યુવા સેનાના પાયાથી (૧૯૯૬) એક અવિભાજ્‍ય હિસ્‍સો રહ્યો છું. મને સોંપવામાં આવેલી જવાબદારી રૂપે મેં વડિલોના માર્ગદર્શન અને રઘુવીર સેનાના સાથીઓ સાથે ગત વર્ષ સુધી પદયાત્રાની જવાબદારી સંભાળી હતી. આ વર્ષે ૧૫ ફેબ્રુઆરીના નિકળનાર પદયાત્રામાં જોડાવા ઇચ્‍છતા રાજકોટ સહિત ગુજરાત અને રાજ્‍ય બહારના પદયાત્રીઓ મારો ફોનસંપર્ક કરીને ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યા છે કે, રાજકોટ-વિરપુર હાઇ-વે પર સિક્‍સ લેન રોડનું કામ ચાલુ છે. ભૂણાવાથી બિલીયાળા અને ચોરડીથી ગોમટા સુધીના રૂટ પર સીંગલપટ્ટી રોડ જ છે જ્‍યાં નાના-મોટા અને ભારે વાહનોની સતત અવર-જવરમાં માત્ર એક જ વાહન પસાર થઇ શકતું હોવાથી પદયાત્રીઓ સાથે અકસ્‍માતની -બળ સંભાવન, દહેશત વ્‍યક્‍ત કરી રહ્યા છે.

વધુમાં ભૂણાવાથી ગોંડલ સુધી તો માત્ર સર્વિસ રોડ પર જ વાહનો ચાલતા હોવાથી પદયાત્રીઓ કયાં ચાલશે? એવા સવાલ કરી પદયાત્રામાં જોડાવું કે નહીં? તેવી મૂંઝવણમાં મૂકાયેલા પદયાત્રીઓએ દરેક પદયાત્રીની સુરક્ષા, સલામતી માટે પૂ. બાપાની ક્ષમા યાચીને આ વર્ષની પદયાત્રા મોકૂક રાખવી જોઇએ તેવા સૂચનો કર્યા છે. રેસકોર્સ ખાતે વીર દાદા જસરાજજીના શૌર્યદિન નિમત્તે નાત જમણ(સમસ્‍ત રઘુવંશી સમાજ માટે મહાપ્રસાદ) ના આયોજન અંગે યોજાયેલી મિટિગમાં પણ રઘુવંશી પરિવારના હસુભાઇ ભગદેવ સહિતના સમાજના આગેવાનો, -બુધ્‍ધ નાગરિકો અને સીનિયર સીટિજન દ્વારા પણ પદયાત્રીઓની સલામતી, સુરક્ષાની દ્રષ્ટિએ આ પદયાત્રા મોકૂફ રાખવી જોઇએ એવા ભાર પૂર્વકના સૂચનો કરાયા છે.

પદયાત્રીઓ અને વડિલો, આગેવાનોના સૂચનો પદયાત્રાના આયોજકો અને ટ્રસ્‍ટીઓ સુધી પહોંચાડ્‍યા છે. જો કે, આજે બુધવારે સવાર સુધી પદયાત્રા મોકૂફ રાખવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી અને પદયાત્રીઓના પાંચ સ્‍થળે રજીસ્‍ટ્રેશન ચાલુ હોવાથી પદયાત્રીઓ, વડીલો અને આગેવાનોએ દર્શાવેલા ભયસ્‍થાનો અંગે જાહેર પોસ્‍ટ મૂકીને સમસ્‍ત સમાજને વાસ્‍તવિક સ્‍થિતિ અવગત કરવા એ આ સંસ્‍થાના પૂર્વ પ્રમુખ (બલરામ કારીયા) તરીકેના ફરજરૂપે આ જાહેર અપીલ કરતી પોસ્‍ટ મૂકવાની ફરજ પડી છે. (મારો પણ અંગત અભિપ્રાય અને સૂચન ગણો તો સૂચન છે કે પદયાત્રા મોકૂફ રાખવી જોઇએ.)

અહીં નોંધવુ જરૂરી છે કે, પૂ.જલારામ બાપાની અસીમ કળપાથી ૨૪ પદયાત્રામાં કયારેય કોઇ મુશ્‍કેલી નથી થઇ. ૨૬ જાન્‍યુઆરી ૨૦૦૧ ના ભૂકંપમાં અકાળે મળત્‍યુ થયા છે એવા હજ્‍જારો દિવંગતોના આત્‍માની શાંતિ માટે અને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા રઘુવીર યુવા સેના દ્વારા શરૂ કરાયેલી આ ૨૫ મી પદયાત્રા છે. પદયાત્રામાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને ભારત સહિત વિદેશમાંથી પણ શ્રધ્‍ધાળુઓ પદયાત્રામાં જોડાયા છે. અંદાજિત ૫૫ કિ.મી.ના રૂટમાં પદયાત્રીઓ માટે દર અધડા, પોણા કિ.મી.ના અંતરે દાતાઓ, સેવકો દ્વારા સેવા પરબ ઉભા કરવામાં આવે છે. નિષ્‍ણાંત તબીબોની ટીમ ખડે પગે રહે છે. પૂ.જલારામ બાપાની અસીમ કળપા અને આશીર્વાદથી સતત ૨૪ વર્ષ સુધી યોજાયેલી પદયાત્રામાં કયારેય કોઇ મુશ્‍કેલી નથી થઇ. પરંતુ આ વર્ષે સંજોગો, સ્‍થિતી જોતાં આયોજકોએ રૂટની રૂબરૂ અભ્‍યાસ કર્યા પછી પદયાત્રા ચાલુ રાખવી કે મોકૂફ એ નિર્ણય કરવો જરૂરી છે

પદયાત્રીઓ, આગેવાનો અને વડિલોએ આ વર્ષે ૧૫ ફેબ્રૂઆરીએ યોજનારા વીરપુર-યાત્રા માટે પદયાત્રીઓની સલામતી, સુરક્ષા અંગે જે ચિંતા કરી છે એ અહિં રજૂ કરી છે. આપના અભિપ્રાય, સૂચન કોમેન્‍ટ બોક્‍સમાં અચૂક જણાવવા ન્રમ અપિલ. બલરામ કારીયાના જય રઘુવીર, જય જલારામ

દરમિયાન સંસ્‍થાના અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણીએ આ પદયાત્રા રદ કરવાની જાહેરાત કરી દીધી છે. સતાવાર જાહેર હવે કરી રહ્યા છે.

(5:02 PM IST)