તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રાજકોટ સીનર્જી હોસ્પિટલના તબીબ ડો. જય પટેલે કર્યો આપઘાત
-- સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં દવાનો ઓવરડોઝ લઈ તબીબે જીવન ટૂંકાવ્યું: તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ

રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ જય પટેલે કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલ સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ ખાતે એનેસ્થેસિયા લઈને આત્મહત્યા કરી લીધી છે. હાલ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાતના સમાચાર મળ્યાની સાથે જ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પ્રાથમિક તપાસમાં ઘર કંકાસથી કંટાળી તબીબે આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આપઘાત કરનાર ડોક્ટર જય પટેલની સુસાઇડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે માતા પિતાને નહીં પણ આ બનાવ અંગે પહેલા જીજાજીને જાણ કરજો. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
(5:56 PM IST)










