તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
આરોપીએ કેશોદની હોટેલના શોૈચાલયમાં એસિડ પી લીધું: રાજકોટમાં મોતઃ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતિ સામે વળતો ગુનો દાખલ : મારા પતિએ સંબૂધ પુરો કરવાનું કહેતાં યુવતિએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતીઃ તેણીના ત્રાસથી પતિએ ઘર છોડયું અને મરવા મજબૂર થયાઃ મૃતકના પત્નિ મરીયમબેનની ફરિયાદ
બળાત્કાર-એટ્રોસીટીના ગુનામાં ૨૮ વર્ષિય અમાર ઉર્ફ અમર જીકાણી ફરાર હોઇ અમદાવાદ હોવાની બાતમી પરથી ગીર સોમનાથ એલસીબી પોલીસની ટીમ ડિટેઇન કરીને લઇ જતી હતી ત્યારે કેશોદ ખાતે હોલ્ટ થયા તે વખતે પગલુ ભર્યુ : ચાવવા જતાં એએસઆઇ અજીતસિંહ પણ દાઝ્યાઃ આપઘાત કરનાર આમર ઉર્ફ અમર જીકાણી છ બહેનનો એક જ ભાઇ હતોઃ પરિવારમાં માતમ :

અમાર ઉર્ફ અમર જીકાણીનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, હોસ્પિટલ ખાતે પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમ તથા એસિડ ઉડતાં દાઝી ગયેલા એએસઆઇ અજીતસિંહ જોઇ શકાય છે
રાજકોટ, જુનાગઢ તા. ૨૪: ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દૂષ્કર્મ અને એટ્રોસીટીના ગુનાના આરોપી વેરાવળ સોમનાથના ડારી ગામના અમાર ઉર્ફ અમર હાજીહબીબભાઇ જીકાણી (ઉ.વ.૨૮)ને પોલીસ અમદાવાદથી ડીટેઇન કરી લઇ જતી હતી ત્યારે રસ્તામા કેશોદ પાસેની હોટેલ ખાતે લઘુશંકા માટે આરોપીએ વાહન રોકાવી ત્યાંના બાથરૂમમાં જઈને ત્યાં રખાયેલુ લાદી સાફ કરવાનું એસીડ પી લેતા તેને બચાવવાના પ્રયાસમાં એક પોલીસ કર્મચારી અજીતસિંહ પણ દાઝી જતા બંનેને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયેલ. જ્યાંથી આમર ઉર્ફ આમીર જીકાણીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. બીજી તરફ જે યુવતિએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેના અનહદ ત્રાસને કારણે જ પોતાના પતિ આમર ઉર્ફ અમર જીકાણી મરી જવા મજબૂર થયાની ફરિયાદ મૃતકના પત્નિએ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવતીએ વેરાવળના ડારી ગામના અમાર ઉર્ફે અમર હાજી જીકાણી સામે લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજારી ધમકીઓ દીધાની અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પ્રભાસ પાટણ પોલીસ આરોપીને શોધતી હતી. ડીવાયએસપી હસ્તક આ તપાસ હતી. દરમિયાન આરોપી આમર ઉર્ફ અમર અમદાવાદ ખાતે હોવાની માહિતી મળતાં ગીર સોમનાથ એલસીબી સ્ટાફની ટીમ અમદાવાદ પહોંચી હતી અને તેને ત્યાંથી ડિટેઇન કરી ડીવાયએસપી સમક્ષ રજુ કરવા પ્રભાસપાટણ લઇને જઇ રહી હતી.
ગઇકાલે બપોર બાદ કેશો નજીક આરોપીને લઇને પોલીસની ટીમ પહોંચી ત્યારે આમર ઉર્ફ અમરે પોતાને હાજતે જવું છે તેમ કહેતાં કેશોદની સોમનાથ હોટેલ ખાતે પોલીસે હોલ્ટ કર્યો હતો. અહિ આમર ઉર્ફે અમર શોૈચાલયમાં ગયો હતો. પોલીસ કર્મચારી પણ બહાર જ ઉભા હતાં અને દરવાજો ખુલ્લો રહે તેનું ધ્યાન રાખ્યું હતું. પરંતુ આમર ઉર્ફ અમરે પગેથી ભીંસ દઇ શોૈચાલયનો દરવાજો બંધ કરી દીધો હતો અને અંદર લાદી સાફ કરવાનું એસિડ હોઇ તે પી લીધુ હતું.
પોલીસ કર્મચારી અજીતસિંહ સહિતે દરવાજાને બળપુર્વક ખોલી નાખી આમર ઉર્ફ અમરના હાથમાંથી એસિડનું ડબલુ ખેંચવા પ્રયાસ કરતાં પોલીસ કર્મચારી એએસઆઇ અજીતસિંહ પણ ગાલના ભાગે દાઝી ગયા હતાં. બંનેને કેશોદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાંથી અમાર ઉર્ફ અમરને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં ગીર સોમનાથ પીએસઆઇ અરવિંદસિંહ બી. જાડેજા સહિતના રાજકોટ દોડી આવ્યા હતાં.
અગાઉ યુવતીએ વેરાવળના અમાર ઉર્ફે અમર હાજીહબીબ જીકાણી વિરૂધ્ધ એવી ફરિયાદ નોધાવી હતી કે અમાર ઉર્ફ અમરે પોતે ખોટી ઓળખ આપીને તેણીનો પીછો કરીને યેનકેન પ્રકારે પ્રમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને અલગ અલગ શહેરોમાં લઈ જઈને હોટેલોમાં બળાત્કાર ગુજાર્યો હતો.
બાદમાં અમદાવાદ ખાતે યુવતીએ લગ્નની વાત કરતા આમરે મારકૂટ કરીને બળજબરીથી ફરી બળાત્કાર ગુજારતા યુવતી ઘરે પરત ફરી હતી. તે અરસામાં આ શખ્સ છેતરપીંડીના કેસમાં પોલીસના હાથે ચડી ગયેલ અનેતેને ટીવી ઉપર જોતા યુવતીને પોતાને ફસાવનારનું સાચુ નામ અમાર ઉર્ફ અમર હોવાની ખબર પડી હતી. એ પછી તે જેલમાંથી છુટયો પછી પણ તેણીને હેરાન કરતો હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો. આ ફરિયાદ દાખલ થતાં આમર ઉર્ફ અમર બે મહિનાથી ફરાર હતો. ગઇકાલે તેને અમદાવાદથી શોધીને લાવતી વખતે કેશોદની હોટેલના શોૈચાલયમાં તેણે એસિડ પી લેતાં મોત થયું હતું. કેશોદ પોલીસ આ અંગે વધુ તપાસ કરે છે.
રાજકોટ તા. ૨૪: આપઘાત કરી લેનારા અમાર ઉર્ફ અમર હાજીહબીબ જીકાણી (ઉ.વ.૨૮)ના પત્નિ મરીયમબેન અમાર જીકાણી (ઉ.વ.૨૬)એ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે જે યુવતિએ મરીયમબેનના પતિ અમાર વિરૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી છે એ યુવતિનું નામ આપ્યું છે. મરીયમબેને જણાવ્યું છે કે આ યુવતિ અને મારા પતિ વચ્ચે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતિ મારા પતિને સતત ધમકાવતી હતી કે તું તારા બૈરી, છોકરાને છોડી દે અને મારી સાથે રહેવા આવી જા. આ કારણે મારા પતિને મરી જવા મજબૂર થવું પડયું છે.
કેશોદ પોલીસે મરીયમબેનની ફરિયાદ પરથી દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતિ વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૮ મુજબ ગુનો નોંધ્યો છે. મરીયમબેને ફરિયાદમાં લખાવ્યું છે કે મારા પતિ અમાર કન્ટ્રક્શનનું કામ કરતાં હતાં. અમારે સંતાનમાં આઠ વર્ષનો દિકરો છે. મારા પતિ અમાર છ બહેનના એકના એક ભાઇ હતાં. ગઇકાલે મારા પતિએ એસિડ પી લીધાની અને જુનાગઢ હોસ્પિટલમાં છે તેની જાણ મને અમારા ગામના અલીભાઇ મુછાણીએ ફોનથી કરતાં અમે જુનાગઢ પહોંચયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ આવતાં તેમનું મૃત્યુ થયું હતું.
મારા પતિ અમાર જીકાણીને કોડીનાર પંથકની યુવતિ સાથે ચારેક વર્ષથી પ્રેમ હતો. મને આ વાતની બે વર્ષ પહેલા ખબર પડી હતી. એ યુવતિ અવાર-નવાર મારા પતિને કહેતી કે તારે મારી સાથે સંબંધ રાખવો જ પડશે. તેનો ત્રાસ વધી ગયો હોઇ મારા પતિએ સંબંધ રાખવાની ના પાડતાં તેણીએ ગત ૨૨/૧/૨૫ના રોજ પ્રભાસપાટણ પોલીસમાં મારા પતિ વિરૂધ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ ત્રાસને કારણે મારા પતિ ઘરેથી નાસી ગયેલ. તેને ૨૩/૧ના ગીર સોમનાથ એલસીબીની ટીમ અમદાવાદ ખાતેથી લઇને આવતી હતી ત્યારે કેશોદની સોમનાથ હોટલ ખાતે મારા પતિએ કુદરતી હાજતે ગયા ત્યારે શોૈચાલયમાં જ પડેલી લાદી સફાઇ માટેની બોટલમાંથી એસિડ પી લીધુ હતું. જેને પોલીસે તાત્કાલીક હોસ્પિટલમા઼ ખસેડયા હતાં. એ પછી રાજકોટમાં મારા પતિનું મૃત્યુ થયું હતું. બળાત્કારની ફરિયાદ નોંધવનાર યુવતિનો સતત ત્રાસ હોવાથી મારા પતિ તણાવમાં રહેતાં હોઇ મરી જવા મજબૂર થયા છે. તેમ વધુમાં મરીયમબેને કહેતાં પીએસઆઇ જે. આર. વાઝાએ ગુનો નોંધી આરોપી યુવતિની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

(3:08 PM IST)