<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

બાયોથોન-ર૦રપમાં નિરમા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને શ્રેષ્‍ઠ ઇનોવેશનનો એવોર્ડ

રાજકોટ તા.ર૪: તાજેતરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સીટી (જીબીયુ) ખાતે આયોજીત બાયોથોન ર૦રપમાં નિરમા યુનિવર્સીટીની ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર માઇલસ્‍ટોન હાંસલ કર્યો હતો.

અદિતી ગુપ્તા, આબીર પ્રામાણીક, ધ્રુવી બુવરીયા અને હિતવાંક્ષી પટેલની બનેલી ટીમે રાઇઝીંગ સ્‍ટાર્ટઅપ આઇડીયા કેટેગરીમાં પ્રતિષ્‍ઠીત શ્રેષ્‍ઠ ઇનોવેશન આઇડીયા એવોર્ડ મેળવ્‍યો હતો. ડો.નિયતી આચાર્યના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ટકાઉ, ઉચ્‍ચ મુલ્‍યવાળા ન્‍યુટ્રાસ્‍યુટીકલસ અને વેગન પ્રોટીનનું ઉત્‍પાદન કરવા માટે માઇક્રોએલ્‍ગીના મેટાબોલીક એન્‍જીનીયરીંગના ઉદેશ્‍ય સાથે તેમના ગ્રાઉન્‍ડ બ્રેકીંગ પ્રોજેકટથી જયુરીને પ્રભાવીત કર્યા હતાં.

આ પુરસ્‍કાર બાયોટેકનોલોજી અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં યુવા દિમાગના વધતા યોગદાન પર વધુ ભાર મુકે છે. આ સિધ્‍ધી ઉભરતા સંશોધકોની કુષમતાઓ અને નવીન વિચારો દ્વારા અર્થપુર્ણ પરીવર્તન લાવવાની તેમની સંભવિતતાને પ્રકાશીત કરે છે.

(2:48 PM IST)