તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
કેકેવી ચોક બ્રિજ ગેમઝોન : કોંગ્રેસનું કાલથી આક્રમક વિરોધ પ્રદર્શન
પ્રોજકટ રદ કરવા ધરણા, ઘંટરાવ સહિતના કાર્યક્રમો થકી આંદોલનનો પ્રારંભ : સવારે ૧૦:૧૫ કલાકે આગેવાનો, કાર્યકરો ઉમટી પડશે : અતુલ રાજાણીનો કોલ

રાજકોટ,તા.૨૪ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઈ જાતનો પ્રત્યુતર ન મળતા અને પ્રોજેક્ટ રદ કરવા અંગેની કોઈ જાહેરાત કરવામાં ન આવતા કાલથી શહેર કોંગ્રેસ સમિતિ પ્રોજેક્ટ રદ કરવાના આંદોલનના શ્રી ગણેશ કરશે જેમાં પ્રથમ તબક્કામાં ગેમ ઝોન ની આજુબાજુમાં રહેવાસીઓ અને વેપારીઓ અને આ રસ્તા પરથી અવર-જવર કરતા રાજકોટ શહેરીજનો પાસેથી ગેમ ઝોન અંગેના અભિપ્રાય મેળવવામાં આવશે. અભિપ્રાયો મેળવ્યા બાદ તબક્કાવાર ગેમ ઝોન નો પ્રોજેક્ટ રદ કરાવવાના આંદોલનમાં ધરણા, ઘંટારવ કાર્યક્રમો કરવામાં આવશે. રાજકોટમાં બીજો ટીઆરપી ગેમ કાંડ ન સર્જાઇ તે માટે પ્રજાનો અને રાજકોટના જનતાનો અવાજ બનશે.
કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સભ્યોએ ફ્રન્ટલ સેલના ચેરમેન, વોર્ડ -મુખો, પૂર્વ કોર્પોરેટરો, કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકર મિત્રો, શહેરના જાગળત નાગરિકો એ આવતીકાલે ૨૫ના શનિવારે સવારે ૧૦:૧૫ કલાકે કાલાવડ રોડ ખાતે પરિમલ સ્કૂલ પાસે ના ગેઇટ પાસે ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અપીલ કરી છે.
(3:10 PM IST)










