તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 24th January 2025
દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રીએ શિવ રથયાત્રા : કાર્યાલયનું કાલે મંગલ ઉદ્દઘાટન
આ વર્ષે ઘુસ્મેશ્વર મહાદેવનો મુખ્ય રથ સહીત ૧૨ જયોતિર્લિંગના ફલોટ : હાથી, ઘોડા, ઉંટનો કાફલો જોડાશે : યુવાનો બાઇક સાથે જોડાઇ હર હર મહાદેવના નારા ગજાવશે

રાજકોટ તા. ૨૪ : મહાશિવરાત્રીએ રાજકોટને શિવમય બનાવવા રથયાત્રા સમિતિએ તૈયારીઓ આરંભી દીધી છે. સમિતિના કાર્યાલયનો કાલે તા. ૨૫ મીથી મંગલ પ્રારંભ થવા જઇ રહ્યો છે.‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિવ રથયાત્રા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૧૨ વર્ષથી દશના ગોસ્વામી સમાજ શિવરથયાત્રા સમિતિ દ્વારા શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ૧૩ માં વર્ષે યોજેલ શિવ રથયાત્રામાં ૧૨ જયોતિર્લીંગ દર્શન સાથે ઘુસ્મેશ્વર મહાદેવનો મુખ્યરથ હશે.
દેવાધીદેવ મહાદેવની સવારીમાં હાથી, ઘોડા, ઉંટનો ફાફલો તેમજ યુવાનો બાઇક સાથે જોડાઇ હર હર મહાદેવના નારા ગજાવશે. બહેનો ધૂન અને રાસની રમઝટ બોલાવશે. નાના ભુલકાઓ શિવ, પાર્વતી, હનુમાન અને રામની વેશભૂષા ધારણ કરી સૌને ધર્મમય બનાવશે.રથયાત્રાનો પ્રારંભ સુતા હનુમાનજી મંદિરથી થશે અને કોઠારીયા રોડ, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, નાગરિક બેંક ચોક, મકકમ ચોક, ગોંડલ રોડ, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, અકિલા ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મહાદેવ થઇ ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં સમાપન થશે.શિવરથયાત્રા કાર્યાલયનો મંગલ ઉદ્દઘાટન સમારોહ કાલે તા. ૨૫ ના સાંજે ૪ વાગ્યે ભગતસિંહ કોમ્પલેક્ષ, સુતા હનુમાનજી મંદિરની સામે, કોઠારીયા રોડ ખાતે યોજેલ છે. ધર્મપ્રેમીજનોએ પધારવા દશનામ ર્ગોવામી સમાજ રાજકોટ શિવ રથયાત્રા સમિતિએ અનુરોધ કરેલ છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિવ રથયાત્રા સમિતિના આગેવાનો સર્વશ્રી ધર્મેન્દ્રસિંહ ચતુરગીરી, ગૌતમગીરી ચમનગીરી, સુરેશગીરી શાંતિગીરી, આશિષપુરી મગનપુરી, સંજયગીરી રાજેન્દ્રગીરી, જૈનીસભારથી મુકેશભારથી, ભાવેશગીરી નટવરગીરી, ગૌરવભારથી વિજયભારથી, રૂષિતગીરી રાજુગીરી, પ્રતિકગીરી કમલેશગીરી, કૈલાશગીરી હંસગીરી, અમિતગીરી રાજેશગીરી, અક્ષાંશગીરી હસુગીરી, હરેશભારથી હસમુખભારથી, જીજ્ઞેશગીરી જેન્તીગીરી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:35 PM IST)










