<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ગૌરવવંતા ગિરનાર તિર્થની ગોદમાં દિક્ષા સંપન્‍ન

મુમુક્ષુ સંધ્‍યાબેન બન્‍યા સાધ્‍વી હેમસિધ્‍ધીશ્રીજી મ.

રાજકોટ તા. ર૪: ગૌરવવંતા ગિરનાર તિર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રીક ભવનમાં જૈનાચાર્ય પૂર્ણચન્‍દ્રસુરિજી, મુકિતનિલયસુરિજી, હેમવલ્લભસુરિજી અને પૂ.પંન્‍યાસ સપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ તેમજ અધ્‍યાત્‍મ યોગી કલાપૂર્ણસુરિજી સમુદાયના તપપ્રભાવિકા ૩૭૫ વર્ધમાનતપની આયંબિલની ઓળીની આરાધિકા પૂ.સાધ્‍વીવર્યા હંસકીર્તિશ્રીજી મહાસતીજી આદી શ્રમણ-શ્રમણી વળંદની પાવન નિશ્રામાં મુમુક્ષુરત્‍ના સંઘ્‍યાબેનની ભાગવતી પ્રવ્રજ્‍યા આરાધના ભવનમાં ભાવોલ્લાસપૂર્વક સંપન્ન થઈ હતી.

સવારે ૮ કલાકે દીક્ષાવિધિનો પ્રારંભ થયો હતો. મુમુક્ષુને વિજય તિલક કરવામાં આવ્‍યું હતું. યુધ્‍ધની ભોમકા ઉપર જ્‍યારે સૈનિક લડવા જતો હોય છે ત્‍યારે એને કંકુથી તિલક કરીને વિજયનો વાવટો ફરકાવીને આવજે એમ શુભેચ્‍છા પાઠવવામાં આવે છે, એ જ રીતે કર્મ મહાસતા સામે સંગ્રામ ખેલવા માટે એક જૈન શાસનનો સુભટ સંસાર છોડી સંયમનાં માર્ગે જતો ત્‍યારે સકલ સંધ,માતા-પિતા અને સ્‍વજનો કંકુથી તિલક કરીને આશિર્વાદ પાઠવે છે. એમ પૂ.પંન્‍યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્‍યું હતું, પૂજ્‍ય આચાર્ય ભગવંતોએ પણ સંયમ માટે આશીર્વચનો પાઠવ્‍યા હતા.

પૂ.પંન્‍યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે વધુમાં કહયું હતુ કે સાધના નો માર્ગ સ્‍વીકારવો એ કંઈ ખાવાનો ખેલ નથી. સંયમ સ્‍વીકાર માટે અને સંયમ પાલન માટે સત્‍વ હોવું જોઈએ. આવું સત્‍વ બધામાં ન હોય શકે, શુરવીરો પાસે જ શૌર્ય હોય છે. ધારદાર તલવાર ઉપર ચાલવું હજું સહેલું છે પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે સંયમનું પાલન સઁદ્દગુરૂ અને પ્રભુકળપા વિના શકય નથી. આચાર્ય ભગવંત પૂર્ણચન્‍દ્રસુરિજી મહારાજે નૂતન સાધ્‍વીજી ભગવંતને હિતશિક્ષા ફરમાવી હતી.

સંઘ્‍યાબેનનું સંસારી નામ બદલીને સાધ્‍વી વર્યા હંસકીર્તિશ્રીજી મહારાજના સમુદાયમાં સાધ્‍વી હેમસિદ્ધિશ્રીજી મહારાજ નામ આપવામાં આવ્‍યું હતું. પરિવાર તરફથી દિક્ષામાં પધારેલ સર્વેની સાધર્મિક ભકિત રાખવામાં આવી હતી. નૂતન સાધ્‍વજી ભગવંતને સકલ સંઘે અક્ષતથી વધામણા કર્યા હતા.

(3:42 PM IST)