<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા પ્રજાસત્તાક પર્વે ધ્‍વજવંદનનો કાર્યક્રમ

 

રાજકોટ તા. ૨૪ : સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી ૨૬ મી જાન્‍યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ તા. ૨૬ ના રવિવારે ધ્‍વજવંદન અને રાષ્‍ટ્રગીતનો કાર્યક્રમ સફાળ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં. ૨, ડો. આંબેડકર ભવન, સીવીક સેન્‍ટર પાસે, ઢેબરરોડ ખાતે યોજેલ છે.

પ્રજાસત્તાક પર્વે વાલ્‍મીકી સમાજના આગેવાનો, મંડળો, ટ્રસ્‍ટો તેમજ સફાઇ કામદાર ભાઇ બહેનો અને યુવા જાગૃતિ મંડળ હસ્‍તક રાષ્‍ટ્રગીતના નાદ સાથે ધ્‍વજવંદન કરવામાં આવશે. સહુ ભારતીય નાગરિકો અને વાલ્‍મીકી સમાજને ઉપસ્‍થિત રહેવા સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(3:45 PM IST)