<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

સરદાર પટેલ સોશ્‍યલ ગ્રૃપ (મેઇન-યુવા) રાજકોટના પ્રમુખપદે વિજય લકકડ, સેક્રેટરી હરેશભાઇ સાયપરીયા

 

રાજકોટઃ શ્રી સરદાર પટેલ સોશ્‍યલ ગ્રૃપ (મેઇન-યુવા)-રાજકોટ ખોડલધામ સંચાલીત ભોજલરામ ઉત્‍કર્ષ ભવન ખાતે કાર્યરત છે કે જે છેલ્લા ૮ વર્ષથી સરસ્‍વતી વિદ્યાર્થી સન્‍માન, ઝુપડ પટ્ટી વિસ્‍તારોમાં બાળકોને ચપ્‍પલ વિત્તરણ, બીઝનેશ એક્ષ્પો સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ ગ્રૃપમાં સહ મંત્રી રસીકભાઇ ઠેસીયા, વિઠ્ઠલભાઇ સગપરીયા, ખજાનચી નિલેશભાઇ કથરીયા, સહ ખજાનચી પ્રફુલભાઇ મારવીયા, આયોજન મંત્રી હરેશભાઇ કપુરીયા, સંયોજક દેવાંગભાઇ રાણપરીયા, તેમજ સલાહકાર સમિતીમાં મનસુખભાઇ પરસાણા, કાબરીયા દિનેશભાઇ, લકકડ ચંન્‍દ્રકાન્‍તભાઇ, સગપરીયા હરેશભાઇ, વીરડીયા જીતેન્‍દ્રભાઇ, વીરડીયા રહિષભાઇ, વિઠ્ઠલભાઇ કાનાણીની વરણી કરવામાં આવેલ છે.

સમગ્ર લેઉવા પટેલને ગ્રૃપમાં જોડાવવા માટે શ્રી સરદાર પટેલ સોશ્‍યલ ગ્રૃપ (મેઇન-યુવા) પ્રમુખ વિજયભાઇ લકકડ (ગિરિરાજ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ)-૯૮ર૪ર ૮પ૦૧૬, મંત્રી હરેશભાઇ સાયપરીયા (રામેશ્વર ગ્રાફીકસ)-૯૮રપ૩ ર૭૬ર૦ નો સંપર્ક કરી શકાય છે

(3:46 PM IST)