<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

કાલે રાજકોટ સહિત દેશભરમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

કલેકટર કચેરી ખાતે યુવા મતદારો- શ્રેષ્‍ઠ ૨૪ બીએલઓ- ૮- બીએલઓ સુપરવાઇઝર તથા ૬ શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડરનું સન્‍માન થશે : મતદાન જાગૃતિ અંગે ૮ - સ્‍કુલ-કોલેજની શ્રેષ્‍ઠ કૃતિઓ રજુ કરનાર વ્‍યકિતગત અને જુથમાં ૧૪ સ્‍પર્ધકનું પણ બહુમાન કરાશે : જીલ્લા ચુંટણી તંત્ર ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના મતદારોનું આ વખતે સન્‍માન કરવાનું ભૂલી ગયું: ભારે ટીકા.... : રાજકોટ શહેર- જીલ્લામાં કુલ ૨૩ લાખ ૭૪ હજારથી વધુ મતદારોઃ જેમાં ૧૨ લાખ ૨૮ હજાર પુરૂષ તો ૧૧ લાખ ૪૬ હજારથી વધુ સ્‍ત્રી મતદારોઃ ૪૫ થર્ડ જેન્‍ડર મતદારોઃ ૮ વિધાનસભા વિસ્‍તારમાં ૨૨૫૬ મતદાન મથકો

રાજકોટ તા. ર૪ :.. ભારતનું ચૂંટણી પંચ કાલે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની દબદબાભેર ઉજવણી કરશે, રાજકોટ સહિત દેશભરમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણી કરવા સુચના અપાઇ છે.

રાજકોટ કલેકટરની સુચના બાદ જીલ્લા ચૂંટણી તંત્રના એડી. કલેકટર શ્રી નારણ મુછાર અને તેમની ટીમ દ્વારા કાલે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંગે તૈયારીઓ કરાઇ છે.

કાલે કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે સમારોહ થશે, જેમાં શહેર-જીલ્લાના યુવા મતદારો, ઉપરાંત ર૪ શ્રેષ્‍ઠ બૂથ લેવલ. ઓફીસરો, તો ૮-જેટલા શ્રેષ્‍ઠ બીએલઓ સુપરચાઇઝર તથા ૬ જેટલા શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડરનું સન્‍માન થશે.

આ વર્ષે નોંધાયેલા ૯-યુવા મતદારોનું પણ સન્‍માન થશે. જે વિધાનસભા બેઠક વાઇઝ લેવાયા છે, જે યુવા મતદારોનું સન્‍માન થશે તેમાં સર્વશ્રી વિવેક સોઢીયા, હરેશ ડાભી, મેહુલ ગોંઢા, દિશાબેન લોટીયા, તુષાર ગોંડલીયા, ધ્રુમીલ વાજા, હર્ષ મોલીયા, અરમાન કંડીયા, ક્રિશ સગપરીયાનો સમાવેશ થાય છે.

જયારે શ્રેષ્‍ઠ બીએલઓ સુપરવપાઝરમાં ડો. પ્રકાશ પીઠડીયા, નિકુંજભાઇ રાઠોડ, રાકેશકુમાર રાજયગુરૂ, હંસપરા નરોતમભાઇ, રસીકભાઇ વાસાણી, એસ. જી. પટેલ, કિરીટ કાપડીયા, વિરલભાઇ વાછાણી, તો, શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડરમાં ત્રિનય વોરા, રૂતુરાજ નાંગલ, કોમલ જાદવ, શીંગાડીયા વિરલભાઇ, ગોપાલ સોજીસરા, ફોરમ રામોલીયાનો સમાવેશ થાય છે.

શ્રેષ્‍ઠ બીએલઓમાં આશિષ રાજયગુરૂ, ઇદ્રીશખાન ખાન, રસિક લુણાગરીયા, બીજલબેન સોલંકી, દિપીકાબેન કાનાણી, અતુલભાઇ સોલંકી, નેહલભાઇ નાણાવટી, વર્ષાબેન વાછાણી, શોભનાબેન અજાણી, વઘાસીયા અવનીબેન, પટેલ રંજનબેન, કાલરીયા દેવલબેન, મકવાણા નિલેશભાઇ, ડેરવાળીયા સંજયભાઇ, જમોડ વિનોદભાઇ, જાડેજા મનીષાબા, વાછાણી અલ્‍પેશભાઇ, પોશિયા રાણાભાઇ, જાડેજા હસુભા, ટાળીયા રાજેશભાઇ, હરીપરા સિધ્‍ધાર્થ, મનોજભાઇ જાવિયા, નિલેશભાઇ લાખાણી તથા ઉદયકુમાર નિમ્‍બાર્કનો સમાવેશ થાય છે.

દરમિયાન અત્રે નોંધવુ જરૂરી છે જીલ્લા ચુંટણી તંત્ર આ વખતે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના મતદારોનું સન્‍માન કરવાનું ભુલી ગયા હોય તેમ તે બાબતે કોઇ જાહેરાત થઇ નથી, આ બાબતે મતદારોમાં ભારે ટીકા થઇ રહી છે.

દરમિયાન જીલ્લા ચુંટણી તંત્રના અધીકારીઓએ જણાવેલ કે મતદાર જાગૃતિ અંગે વ્‍યકિતગત અને જુથમાં શ્રેષ્‍ઠ કૃતિઓ-વિડીયો સંદેશ, પોસ્‍ટર ડીઝાઇન, ઇ-પોસ્‍ટર રજુ કરનાર ૧૪ વ્‍યકિતઓનુ સન્‍માન કરી રૂા. પ૦૦ થી રપ૦૦ સુધીના રોકડ પુરસ્‍કાર આવતી કાલે અપાશે.

અધીકારીઓએ ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર જીલ્લામાં ૮-વિધાનસભાના વિસ્‍તારમાં થઇને કુલ રરપ૬ મતદાન મથકો આવેલા છે, જેમાં ૧ર લાખ ર૮ હજારથી વધુ પુરૂષ તો ૧૧ લાખ ૪૬ હજારથી વધુસ્ત્રી મતદારો, તથા ૪પ થર્ડ જેન્‍ડર મતદારો સહિત શહેર જીલ્લામાં કુલ ર૩ લાખ ૭૪ હજાર ૬૦૪ મતદારો નોંધાયા છે.

(3:58 PM IST)