તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
તિબ્બત સંઘ કુલપતિની મુલાકાતે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવા વરાયેલા વાઇસ ચાન્સેલર ડો.ઉત્પલ જોષીની શુભેચ્છા મુલાકાત ભારત-તિબ્બત સંઘના હોદેદારોએ લીધી હતી. આ તકે વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુલપતિ ડો.ઉત્પલ જોષીએ સૌને આવકાર્યા હતાં. આ તકે ડો.મૃણાલીબેન ઠાકર, એડવોકેટ ડો.નીખીલભાઇ ભટ્ટ, દિવ્યાબેન ભટ્ટ, ડો.નિલમબેન પરમાર વિગેરે હોદેદારો, સભ્યો જોડાયા હતાં. કુલપતિશ્રીએ ભારત-તિબ્બત સંઘના હોદેદારોને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપેલ. તે પ્રસંગની તસ્વીરી ઝલક.
(4:02 PM IST)










