News of Friday, 24th January 2025
ગણતંત્રદિને ૨૫૧ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્ર ગૌરવ યાત્રા નિકળશે
શહિદોને શ્રધ્ધાંજલિ આપવા અમર જવાન ફલોટસ બનાવાયા, જલીયાવાલા બાગથી શહિદોના રક્તની માટી લાવવામાં આવી, ભુલકાઓ ભારતમાતા ભગતસિંહ, ગાંધીજી બનશે : યાત્રાની પુર્ણાહુતીએ રાષ્ટ્રગાન, ધ્વજવંદન, ભારતમાતા પૂજન : રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ, રાજકોટ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી સતત આઠમાં વર્ષે આયોજન

તસ્વીરમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ, રાજકોટના વિશાલભાઇ કવા, કલ્પેશભાઇ ગમારા, ભાવિનભાઇ સોની, અભિષેકભાઇ આશરા, કાનાભાઇ કુબાવત, સુધીરભાઇ પોપટ, સંજયભાઇ ટાંક, આશાબેન ભટ્ટી, વંદના સેજપાલ અને જાગૃતિબેન ખિમાણી નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ. આખા ભારત માં ભૂલકાઓ થી લઇ ને યુવાનો અને વળધ્ધો, ભારત ના આ રાષ્ટ્રપર્વ ની ભારત ના દરેક લોકો ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે. આવી જ એક ઉજવણી ના ભાગરૂપે રાજકોટ માં સામાજિક સમરસતા મજબુત બનાવવા, દેશ માં પ્રસરેલી બટવારા ની ભાવના ને દુર કરવા અને હમ સબ એક હૈ નો નારો સિદ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે છેલ્લા ૮ વર્ષ થી એક ભવ્ય ‘‘રાષ્ટ્ર ગૌરવ યાત્રા''નું આયોજન કરવામા આવેલ છે. ૨૬મી એ સવારે ૯ વાગ્યે આ યાત્રાનો બાલભવન ગેટ પાસેથી પ્રારંભ થશે અને ગરુડ ગરબી ચોક, રામનાથપરા ખાતે સમાપન થશે.
આ યાત્રા નું મુખ્ય આકર્ષણ ભારત માતા નો મુખ્ય ફ્લોટ, શહીદ કુટીર તથા ૨૫૧ ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે જેને ચાલી ને સમગ્ર રૂટ માં લઇ જવામાં આવશે. આ યાત્રા માં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓ ના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રા ની પુર્ણાહુતી બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદો ને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ ભારત માતા પૂજન નો કાર્યક્રમ રહેશે.
જાહેર યાત્રા માં નારી શક્તિનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ બાઈક લઈને તથા ચાલીને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.
આ યાત્રા નું આયોજન ‘રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ' દ્વારા કરવામાં આવે છે જેનો હેતુ સંપૂર્ણપણે બિન-રાજકીય હોવાનું જણાવાયું છે.
૨૬મી એ રવિવારે સવારે ૯ વાગ્યે યાત્રા નું પ્રસ્થાન બાલભવન ગેટ કિશન પરા ચોકથી થશે. જે અકિલા સર્કલ (જિલ્લા પંચાયત ચોક), ડો.યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા સોનીબજાર ચોક થઈ બપોરે ગરુડ ગરબી ચોક રામનાથપરા - બપોરે ૧૨ વાગ્યે સમાપન થશે.
યાત્રા ના આકર્ષણો ૨૫૧ ફુટ નો રાષ્ટ્ર ધ્વજ, દેશ ના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમર જવાન ફ્લોટ્સ બનાવવા મા આવશે. અસંખ્ય બાઇક સવારો તિરંગા સાથે યાત્રામાં જોડાશે. જલીયાવાલા બાગથી આવેલ શહીદોના રક્તની માટી, ફ્રીડમ ફાઈટરના જીવંત પાત્રો જેવાકે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી, જાસી કી રાની બનીને ભૂલકાઓ આવશે. ડી.જે. મા દેશ ભક્તિ ના ગીતો સમગ્ર વાતાવરણને દેશ ભક્તિના રંગે રંગાશે. પુર્ણાહુતી સ્થાન પર આર્મીના અફસર દ્વારા પ્રથમ ભારતના રાષ્ટ્ર ધવજને ફરકાવવા આવશે અને સમૂહમાં ધ્વજવંદન કરવામાં આવશે. તથા સમૂહમાં હજારો લોકો દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવશે. સ્ટેજ પર સમૂહમા લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલ જવાનો નો પુષ્પાંજલિ પાઠવવામાં આવશે. ભારત માતાનું કુમ કુમ, ફૂલ દ્વારા પૂજન કરવામાં આવશે.
સહયોગી સંસ્થાઓઃ યાત્રામા ધ્વજને પુરી યાત્રામાં લઈને ચાલવાની જવાબદારી હિન્દુ સ્વરાજ ગ્રૂપના સભ્યો એ લીધેલ છે. રોબિન ને ફૂડ આર્મીના મેમ્બરો દ્વારા હવે ભારત ભૂખ્યું નઈ સુવે જેવા વિવિધ સ્લોગનો સાથે યાત્રામાં જોડાશે. હેવ વિથ હેપી નેસ ગ્રુપ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. માલધારી સમાજ દ્વારા રાજેશ્રી ટોકીઝ પાસે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે શ્રી બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા ગરુડ ગરબી ચોક ખાતે સમગ્ર પુર્ણા હુતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમજ રાઇઝિંગ ઇન્ડિયા ગ્રૂપ, બડા બજરંગ ફાઉંડેશન, ગરુડ ગરબી, યુવા શક્તિ સેવા સંઘ, હિંદુસ્તાન સંરક્ષણ સંઘ રામાનંદી નવનિર્માન સેના, કનૈયા ગ્રૂપ બેડી પરા, હિંદુ યુવા વાહિની, હિન્દુ જાગરણ મંચ, રોબિન હૂડ આર્મી, આહીર એકતા મંચ, સરદાર પટેલ ગ્રુપ, જય અંબે ગરુડ ગરબી મંડળ, સેવા ગ્રુપ, લોધા સમાજ, રોકડીયા હનુમાનજી ગ્રુપ, કળપા ફોઉન્ડેશન, શક્તિ યુવા ગ્રુપ, ગુજરાત સંગઠન, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રૂપ, દીર્ઘાયુ હેલ્થ કલબ, શ્રી વિજયવંત હનુમાનજી ગ્રુપ, શ્રી જલારામ ગ્રુપ, સર્જક ટ્રસ્ટ તથા અન્ય સામાજિક સંસ્થાઓ આ યાત્રા મા જોડાશે.યાત્રામાં દરેક સંસ્થાઓ, મિત્ર મંડળોને દેશ પ્રેમી લોકોને જોડાવા આમંત્રણ અપાયું છે. આ અંગે વધુ માહિતી માટે કલ્પેશ ગમારા (મો.૮૧૨૮૮૮૮૮૩૫), આશિષ ભાઈ (મો.૯૯૦૯૦૩૫૪૨૦), ભાવિન સોની (મો.૯૦૩૩૯૪૪૪૮૦), ધ્રુવ કુંડેલ (મો.૯૮૯૮૦૪૨૪૩૫) નો સંપર્ક કરવો.
બાલભવન ગેટ પાસેથી ᅠયાત્રાનો પ્રારંભ, રામનાથપરા ખાતે સમાપન
૨૬મી જાન્યુઆરીએ રવિવારે સવારે ૯ વાગ્યે બાલભવનના ગેટ પાસેથી રાષ્ટ્ર ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. જે અકિલા સર્કલ(જિલ્લા પંચાયત ચોક), ડો.યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, સોની બજાર ચોક થઇ ગરુડ ચોક રામનાથપરા ખાતે સમાપન થશે.
(4:06 PM IST)










