તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
બ્લોકના કારણે ૦૧ ફેબ્રુઆરીની
પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ, તા. ર૪ : ઉત્તર પヘમિ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ૦૧.૦૨.૨૦૨૫ ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે બદલાયેલ રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-ડેગાના જંકશન-સાદુલપુર જંકશન-રેવાડી જંકશન થઈને ચાલશે.
નોંધનીય છે કે, મુસાફરોની સુવિધા માટે રૂટ ફેરફાર દરમિયાન, ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ચાલતી ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને પાલી મારવાડ઼, જોધપુર જંક્શન, મેડ઼તા રોડ જંક્શન, ડેગાના જંક્શન, લાડનૂ, રતનગઢ જંકશન, ચુરૂ જંકશન, સાદુલપુર જંકશન અને લોહારૂ જંકશન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
(4:09 PM IST)










