<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ ના પુનર્નિર્માણ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત

જાણો કેટલી ટ્રેનો રદ કરાઈ અને કેટલી ટ્રેનો શોર્ટ ટર્મિનેટ થઇ ? કેટલી ટ્રેનો રીશિડ્યૂલ/રેગ્યુલેટ કરાઈ

રાજકોટ :પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20ના દક્ષિણ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 અને 25/26 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો નીચે મુજબ છે:-
રદ થનારી ટ્રેનો:-
1) 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ રદ રહેશે. 2. 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો:-
1) 24 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો:-
1) 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશિડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો :-
1) 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ થશે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

(10:25 PM IST)