તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
મૌની અમાવાસ્યા શાહી સ્નાન
કુમાર ગાંધીનું અવલોકનઃ દેશ-વિશ્વ માટે કપરો સમય

તા. ર૯ જાન્યુઆરી ર૦રપ ને બુધવારના રોજ પોષ મહિનાની અમાસ છે આ દિવસે મહાકુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ રહેલ છે.
આ દિવસે ગ્રહોની સ્થિતિનો અભ્યાસ કરતા જયારે અમાસ અથવા પૂનમ હોય તે દિવસે જન્મેલી વ્યકિતઓ નસીબદાર હોય છે. અહીં આ દિવસે શનિ સ્વગૃહી છે તો શુક્ર ઉચ્ચનો બને છે. જે રાહુની સાથે છે.
ગ્રહોની દ્રષ્ટિએ આગામી દિવસો દેશ અને વિશ્વ માટે કપરા છે.
આજના દિવસે લાખો લોકો શાહી સ્નાનનો લાભ લેશે કુંભમેળામાં સર્તકતા રાખવી પડશે.
મંગળનું ભ્રમણ મિથુન રાશિમાં છે. ગુરૂ-શુક્રના ઘરમાં છે. ભૂકંપ, આતંકવાદી હુમલા, આગના બનાવો કુદરતી આફતોનો સામનો રહેશે.
આ દિવસે શકિત પ્રમાણે દાન-પુન કરવુ ઓમ નમઃ શિવાયના જાપ કરવા પક્ષીને ચણ નાખવું અંધ શ્રધ્ધામાં ન પડવું. ર્ધામિક દ્રષ્ટિએ અમાસનું ખુબ જ મહત્વ રહેલ છે.

કુમારભાઇ ગાંધી
મોબાઇલ
૭૮૭૮૧ ૭૮૭૮૩
૯૩૭૪૮ ૧૬૯૭૭
(11:35 AM IST)










