<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાજકોટ સીવીલમાં પણ GBS ના ૪-પ કેસ દર અઠવાડીયે આવે છેઃ ચેપી નથી

સીવીલમાં સારવાર ફ્રી થાય છેઃ ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર મોંઘી પડે

રાજકોટ, તા.૨પઃ પુણેમાં સીંધુદુર્ગ રોડ ઉપર જીબીએસ (ગુઈલીન બેરે સીમડ્રોમ) રોગચાળાએ આતંક સર્જયો છે અને ૧૪ દર્દી વેન્‍ટીલેટર ઉપર છે. ત્‍યારે ટોચના વર્તુળોએ જણાવ્‍યું કે રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં આ રોગના દર અઠવાડીએ ૪-પ કેસ રૂટીનમાં જોવા મળે છે. શહેરમાં કુલ ગણીએ તો સંખ્‍યા કદાચ વધુ હોય શકે છે. સીવીલમાં ટ્રીટમેન્‍ટ ફ્રી થાય છે. પરંતુ ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર મોંઘી છે. આ માટે અપાતું ઈમ્‍યુનો ફલોબ્‍યુવીન (બહારથી એન્‍ટીબોડી આપવાનું) માટે એકથી દોઢ લાખનો ખર્ચ થતો હોય છે. એ પછી જો જરૂર પડે તો પ્‍લાઝમા થેરેપી (લોહી બધુ બહાર કાઢી એન્‍ટીજન થેરેપી આપવાનું) વધુ કોસ્‍ટલી પડતું હોય છે.વર્તુળોએ કહેલો આ રોગ ચેપી નથી. પરંતુ તકેદારી ન રખાય તો મીલ રેસ્‍પીરેટીવ પેરેલીસસ થવાની શકયતા રહે છે. આ ઓટો ઈમ્‍યુનડીસીઝ પણ કોરોનાની જેમ વાયરલ ઈન્‍ફેકશનથી થાય છે.

 

(11:37 AM IST)