તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું હોટેલ સયાજી ખાતે રેડ કાર્પેટથી સ્વાગત કરાશે : ગુજરાતી ભાણુ પીરસાશે : હોટેલમાં પ્લેયરોના કટઆઉટ મુકાયા

રાજકોટઃ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો ટી-૨૦ રમનાર છે. જ્યારે ત્રીજો ટી-૨૦ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે રમાશે. આવતીકાલ બપોર સુધીમાં બન્ને ટીમોનું આગમન થઇ જશે. ભારતીય ટીમ હોટલ સયાજી ખાતે ઉતરાણ કરનાર છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવશે. સયાજી હોટલના સેલ્સ ડીરેક્ટર શ્રી ઉર્વેશ પુરોહીતના જણાવ્યા મુજબ ટીમનું આગમન થશે. ત્યારે હોટેલ ખાતે ખેલાડીઓનું રેડ કાર્પેટથી સ્વાગત કરવામાં આવશે. બૂકે તેમજ વેલકમ ડ્રીંક આપવામાં આવશે. ઉપરાંત ખેલાડીઓને ખાસ આપણી ગુજરાતી થાળી પિરસવામાં આવશે. દરેક ખેલાડીઓની માંગને પૂરી કરવામાં આવશે. હોટેલની બહાર અને અંદર ખેલાડીઓના બેનરો, કટઆઉટ રાખવામાં આવ્યાં છે.(તસ્વીર : અશોક બગથરીયા)
(2:09 PM IST)










