તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ચાલો અખંડ ભારત બનાવીએઃ ૨૬ જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ?

લોર્ડ મેકેલોએ તા. ર/ર/૧૮૩પમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં જણાવેલ કે, હું ભારતમાં ચારે બાજુ ફર્યો છું અને સમગ્ર દેશમાં એવી એકપણ વ્યકિત ના જોઈ જે ભિખારી કે ચોર હોય. મેં આ દેશમાં એવી તો સમૃદ્દ્યિ, એવા તો ઉચ્ચ નૈતિકમૂલ્યો અને એવા તો સમર્થ લોકો જોયા છે કે જેમને આપણે કયારેય જીતી શકીશું નહીં એમ હું માનું છું. સિવાય કે આપણે ભારતના કરોડરજ્જુ સમાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને તોડી નાંખીએ.
આથી મારી દરખાસ્ત છે કે, આપણે ભારતની પ્રાચીનતમ શિક્ષણ પદ્દ્યતિ અને સંસ્કૃતિને મૂળથી બદલી નાંખીએ, કારણ કે એકવાર જો ભારતીયો એમ વિચારતા થઈ જાય કે જે વિદેશી કે અંગ્રેજી છે તે તેમના કરતા સારૂ અને મહાન છે તો ભારતીયો તેમનું આત્મસન્માન અને અસલ સંસ્કારો ગુમાવી બેસશે અને ભારત આપણે જોઈએ તેવો એક તદ્દન ગુલામ દેશ બની જશે અને અંગ્રેજોનું શાસન આવ્યું.
અને પછી આપણે સ્વતંત્રતા માટે અનેક વર્ષોઆંદોલનો કરવા પડયા અને અનેક દેશભકતોએ આહુતી આપવી પડી છતા પણ ભારતના ભાગલ પડયા.
ર૬મી જાન્યુઆરી ,૧પમી ઓગષ્ટે ભારતમાતાનું પૂજન શા માટે કરવું જોઈએ ?
જો ૧૭૦૦ વર્ષ સુધી ભૂમિ વિના જીવેલા યહૂદીઓને એમના સંકલ્પબળથી ઈઝરાયલ પાછું મળતુ હોય તો આજના યુવાનોએ દર વર્ષે સમર્થ અખંડ ભારત બને અને ભારતમાતાના પૂજન દ્વારા દેશભકિત તથા માં ને પરમવૈભવ ના શિખરે પહોંચાડવા તત્પર થવું જોઈએ.
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો. તમામ શાળા-કોલેજો, કંપનીઓ તથા ભારતના નાગરીકોએ ર૬મી જાન્યુઆરી અને ૧પમી ઓગષ્ટના રોજ ભારત માતાનું પૂજન કરવું જોઈએ. ભારત માતા પૂજનમાં ટેબલ ઉપર ચાદર પાથરી ભારત માતાનો ફોટો, હાર, અબીલ-ગલાલ-કંકુ, છુટા ફૂલો પૂજન માટે રાખવા અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરીકોને તીલક કરી ભારત માતાનું પૂજન કરાવવું અને સંકલ્પ લેવો અમો અખંડ ભારત બનાવીશું'' ફરી પાછું ભારત અખંડ થશે. ર૬મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ? ૧પ મી ઓગષ્ટ આવે ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભકિતના ગીતોના સ્વરમાં હીલોળા લેતું હોય છે.
પરંતુ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ ની રાત્રે ભારતમાતાના વિભાજન વખતની લાખો હિન્દુઓની મરણચીસો કોઈને યાદ નથી આવતી. પરંતુ ભારતના વિભાજનની આજની પેઢીને વિભાજનના ઈતિહાસની ખબર નથી. આપણા રાષ્ટ્રની અખંડતા અને એકાત્મતાની ખબર નથી તે ખબર આપવાની જરૂર છે. અખંડ ભારતનું વિભાજન શા માટે થયું. અખંડ ભારત માટે કેટલા કેટલા આંદોલનો થયા અને માતૃભક્તિના રંગે રગંગાયેલા ભારતભૂ માટે ફના થવા અને ખપી જવા હસ્તે મુખે તૈયાર હતા અને ભારત વર્ષ પર આક્રમણો થતા રહ્યા આ જય-પરાજયનું ચક્ર ચાલતું રહ્યું. પરાધીનતાના કાજળદ્યેરા વાદળો ક્યારેય દુર નહી થાય તેવુ ભાસતું હતું પણ મુિકત ગંગાનું પ્રવાહ અસ્ખલિત વહેતો રહ્યો
૧૪ મી ઓગષ્ટ ૧૯૪૭, ભારત અખંડ હતુ
૧પ મી ઓગષ્ટે ખંડીત થયુ ભારતના ઈતિહાસમાં ભયંકર વળાક અને કારમો પરાજય છે અને પરાજયની સાથે જે લોહીયાળ હત્યાકાંડ થયો જેમાં પ લાખ હિન્દુઓની હત્યા થઈ. આવી ઘટના વિશ્વના ઈતિહાસમાં નથી. એક સાથે રાતોરાત હિન્દુઓ નિરાધાર થયા. સ્વતંત્રતાના વિજયમાં વિભાજનની કરૂણતા વિસરાઈ ગઈ. અખંડ રાષ્ટ્ર શું ? આવું સૂવર્ણમય અખંડભારત હતું અને આ અખંડભારતમાં અનેક આંદોલનો થયા ઈઝરાયલ મળતુ હોય જો ખંડીત ઉત્તર અને દક્ષિણ તિબેટ નામ તથા કોરીયા ફરી એક થઈ શકતુ હોય પૂર્વ- પヘમિ જર્મની એક થાય તો પછી ભારત દેશ અખંડ કેમ ન થાય. ભારત અખંડ રાષ્ટ્ર હતું જ નહિ આવી જુઠી વાતો વહેતી કરવામાં આવી. આ દેશમાં વસતા સામ્યાવદીઓએ કર્યુ. જે વાત અંગ્રેજ સત્તાધિશોએ ચલાવી. પછી કોંગ્રેસે વાત ચાલુ રાખી. જવાહરલાલ નહેરૂએ કીધુ કે, “We are a nation in making” અર્થાત આપણે રાષ્ટ્ર બનવાની પ્રક્રિયામાં છીએ. નેતૃત્વ ના મનમાં સ્પષ્ટ વાત હતી જ નહિ.
ભારતમાતાનું દૈવી અખંડ સ્વરૂપ - પાર્વતીની પૂર્વ સ્વરૂપા , દક્ષા પ્રજાપતીની કન્યા, સતિના સબને જયારે ભગવાન વિષ્ણુએ શિવના મોહના ભંગ કરવા માટે પોતાના ચક્રથી ખંડ ખંડ કરી દીધુ ત્યારે તેમનું એક એક અંગ જયાં જયાં પડયુ તે સ્થાન એક શકિતપીઠ બની. બ્લુચિસ્તાનમાં હિંગળાજ માતાથી લઈ અસમમાં કામાખ્યા દેવી સુધી અને હિમાલય પ્રદેશમાં જવાળામુખી થી લઈ તમિળનાડુમાં મદુરાઈ મિનાક્ષી મંદિર સુધી ફેલાયેલા બાવન શકિતપીઠો જાણે કે ભારતની સીમાઓને દોરી દીધી
બાર જયોતિર્લિંગો બાર દેવી વિગ્રહ અને એકવીસ ગણપતિપીઠોના દર્શન જ નહિ સ્મરણ માત્રથી જ પાપમુકિતનું વિધાન કરવામાં આવ્યુ. આમ છતા પણ કોંગ્રેસની કુનિતીને કારણે અખંડ ભારતનુ ૧૪ મી ઓગસ્ટે વિભાજન થયું. વિભાજન પછી ન તો ભારત સુખી છે ન તો પાકિસ્તાન. ભારતની ભૂમિના ભાગલા પડયા, નદીઓના અને પ્રાકૃતિક સિમાઓના પણ ભાગલા પડયા, તેમ છતા ભારત અને પાકિસ્તાન આ બંને દેશોના વસતા પૂર્વજો, પરંપરા, ઈતિહાસ, તેમજ પરિવેશ સમાન છે. એમાંય અપ્રાકૃતિક ભેદરેખાઓ દોરી ઈસ્લામીક સાંપ્રદાયવાદ અને અંગ્રેજોની કુટનિતીએ આમ, રાષ્ટ્રો કંઈ માત્ર ભૂમિ પર વસેલા હોતા નથી, એ તો વસે છે જનજનના મનમાં. રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતના હ્રદયના ધબકારમાં રાષ્ટ્ર વસેલુ હોય છે અને માટે જ
પ. પૂ. ગુરૂજીની વિચારધારા સંપર્ક દ્વારા સંગઠન અને સંગઠન થકી રાષ્ટ્ર નિર્માણની નેમ સાથે જન-જનનો સંપર્ક, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વદેશી ભાવના જાગરણ, નાગરિક કર્તવ્ય બોધ, વિશેષ કાર્યની સાથે જ રાષ્ટ્રને ફરી અખંડ બનાવી શકે છે. આવો મેળવેલી સ્વાતંત્રાને આપણે મજબૂત આધાર આપીએ અને અખંડ ભારત માટે પ્રતિજ્ઞાબદ્દ્ય બનીએ.
જયેશ સંદ્યાણી, ૯૪૨૮૨૦૦૫૨૦
(2:21 PM IST)










