<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાજકોટની હત્‍યાના ગુન્‍હામાં ૧૦ વર્ષથી ફરાર ગેરકાયદે હથીયારના : જુઓ વિડિયો

ધંધાર્થી પ્રિતમસિંઘ ચિખલીગરને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢ અને રાજકોટના ૬ ગુન્‍હામાં વોન્‍ટેડ હતો : એન્‍ટીટેરીસ્‍ટ સ્‍કવોડ પણ શોધતી'તી

રાજકોટ, તા., રપઃ  રાજકોટ-જુનાગઢ અને એન્‍ટીટેરીસ્‍ટ સ્‍કવોડના ચોપડે ગેરકાયદે હથીયારના ૧૦ જેટલા ગુન્‍હામાં સંડોવાયેલા વોન્‍ટેડ આરોપી પ્રિતમસિંગ નીમસિંગ ભાટીયા (ચીખલીગર) (ઉ.વ.પ૪) રહે. તલવાડી (સાલખેડા) કુંડલા ફળીયું, તા. નાનપુર, જી. અલીરાજપુર-મધ્‍યપ્રદેશને મધ્‍યપ્રદેશના ઓસવાડા ખાતેથી રાજકોટની ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી બી.બી.બસીયાની આગેવાની હેઠળની ટીમને નાસતા-ફરતા આરોપી અંગે બાતમી મળી હતી. આ દરમિયાન પ્રિતમસિંગ ભાટીયા મધ્‍યપ્રદેશના બડવાની જીલ્લાના સેંધવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની હદમાં હોવાની ટેકનીકલ અને હ્યુમન સોર્સથી બાતમી એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ  સુભાષભાઇ ઘોઘારી, પોલીસ કોન્‍સ્‍ટેબલ ગોપાલભાઇ પાટીલ અને તુલસીભાઇ ચુડાસમાને બાતમી મળતા અત્‍યંત ચુપકીદીથી પગેરૂ દબાવી ઝડપી લેવાયો હતો. ર૦૧પમાં રાજકોટના માલવીયાનગર વિસતારની હત્‍યાના ગુન્‍હા સહિત ૭ ગુન્‍હામાં તે વોન્‍ટેડ હતો.

મહત્‍વની આ કામગીરીમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, એલ.એલ. ડામોર, પીએસઆઇ એ.એન.પરમાર, પીએસઆઇ એમ.કે.મોલીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને બિરદાવી હતી.

(3:05 PM IST)