<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ધારાસભ્‍ય ઉદય કાનગડને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવા કાર્યકર્તાઓનો મેળાવડો ઉમટયો

ઝુંપડપટીના બાળકોને બિસ્‍કીટ અને વેફર્સનું વિતરણ કરાયુ : એકરંગ સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને કરાવાયુ ભોજન

રાજકોટ : આજે ૨૫ જાન્‍યુઆરીના વિધાનસભા-૬૮ રાજકોટના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્‍ય ઉદય કાનગડનો જન્‍મ દિવસ છે. ત્‍યારે ઉદયભાઇ કાનગડ દ્વારા પોતાના જન્‍મદિવસની ઉજવણી વિવિધ સેવાકાર્યોના માધ્‍યમથી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ કિશાન મોરચા દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને બિસ્‍કીટ અને વેફર્સનું વિતરણ, બક્ષીપંચ મોરચા દ્વારા એકરંગ સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને ભોજન, મહિલા મોરચા ઘ્‍વારા આંગણવાડીના બાળકોને બિસ્‍કીટ, વેફર્સ, ચોકલેટ વિતરણ તેમજ યુવા મોરચા દ્વારા હિના ફાઉન્‍ડેશનમાં દિવ્‍યાંગ અને અનાથ બાળકોને ભોજન કરાવવામાં આવેલ હતું. આ તકે વહેલી સવારથી ધારાસભ્‍ય ઉદય કાનગડને પેડક રોડ સ્‍થિત વિધાનસભા-૬૮ના જનસેવા કાર્યાલય ખાતે પાર્ટીના હોદેદારો, વરિષ્‍ઠ અગ્રણીઓ, પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તા ભાઈ-બહેનો, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્‍થાના શ્રેષ્‍ઠીઓ, આગેવાનો, શહેરીજનો દ્વારા જન્‍મદિવસની સ્‍નેહભરી શુભેચ્‍છા પાઠવવામાં આવેલ હતી. આ તકે ધારાસભ્‍ય ઉદય કાનગડએ ઉપસ્‍થિત સૌને જન્‍મદિવસ નિમિતે મળેલ આશિર્વાદ, અપ્રતિમ સ્‍નેહ અને ઉષ્‍માભરી શુભેચ્‍છા પાઠવવા બદલ આભાર વ્‍યકત કરેલ. આ સેવાકાર્યોને સફળ બનાવવા ૬૮-રાજકોટ વિધાનસભાના વોર્ડના કોર્પોરેટરો તથા વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકર્તાઓ તેમજ વોર્ડની સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓની ટીમે જહેમત ઉઠાવી હતી. તેમ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ ડે. મેયર વલ્લભભાઈ દુધાત્રા અને જનસેવા કાર્યાલયના મનસુખભાઈ પીપળીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:04 PM IST)