તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ગેમઝોન મુદ્ સોમવારે કોંગ્રેસના ધરણા
કાલાવડ રોડ બ્રિજ નીચેની જગ્યા રદ કરવાની માંગઃ લોકોનો અભિપ્રાય માંગ્યોઃ ૯૮% શહેરીજનો રાજી નથીઃ કોંગ્રેસે ૮૩ર૦૪ ૧૩૪૪૮ હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો

(તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા.રપઃ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારથી જ લોકોના, વેપારીઓના, વિદ્યાર્થીઓના અવરજવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન સાકાર થવો જોઈએ કે નહીં તે અંગેના અભિપ્રાયો મેળવવામાં આવ્યો હતો. તેમાંથી ૯૮ ટકા લોકો ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરૂરી છે અને બ્રિજ નીચે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય તેમ હોવાને પગલે નકારાત્મક રિપોર્ટ આપેલ છે.
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેમ ઝોન નો પ્રોજેક્ટ રદ કરવા અંગે આંદોલનના શ્રી ગણેશ કરતા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં અને વેપારીઓ પાસે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પાસે અભિપ્રાય અંગેના ફોર્મ ભરાવી કલેક્શન કરેલ હતું. અને રાજકોટના કોઈપણ નગરજનો પોતાનો અભિપ્રાય આ ગેમ ઝોન અંગે આપવા માગતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાથે રહેલ ફોર્મ ભરી અને હેલ્પલાઇન નંબર ૮૩૨૦૪ ૧૩૪૪૮ પર પણ પોતાનો અભિપ્રાય કોંગ્રેસ સમિતિને મોકલી આપી શકે છે.
પ્રોજેક્ટ રદ કરવા અંગે તબક્કા વાર કાર્યક્રમો શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે અને તારીખ ૨૯ ને બુધવારે સવારે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને તેના વેપારીઓ અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે. પ્રોજેક્ટ રદ કરવા અંગે શાસકો વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરવામાં આવેલ હતા.
આજના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની આગેવાની હેઠળ, વશરામભાઈ સાગઠીયા, મહેશભાઈ રાજપુત, ડોક્ટર હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નરેન્દ્રભાઈ સોલંકી, ધરમભાઈ કાબલિયા, અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, દીપ્તિબેન સોલંકી, નયનાબા જાડેજા, રવજીભાઈ ખીમસુરીયા, ગોપાલભાઈ અનડકટ, વશરામભાઈ ચાંડપા, ગોવિંદભાઈ સભાયા, જલ્પેશ વાઘેલા, સલીમભાઈ કારિયાણી, હેમલ પેશીવાડીયા, પ્રભાતભાઈ ડાંગર, સંજયભાઈ લાખાણી, કળષ્ણદત રાવલ, જીતુભાઈ ઠાકર, રસિકભાઈ ભટ્ટ, હિંમતભાઈ મયાત્રા, જગદીશભાઈ ડોડીયા, અશોકભાઈ વાળા, હીરાલાલ પરમાર, જયંતીભાઈ હિરપરા, રણજીત મુંધવા, પ્રવીણભાઈ દેસાઈ, અમિતભાઈ ઠાકર, દેવેન્દ્રસિંહ રાણા, ગોપાલભાઈ મોરવાડિયા, પાસવાનજી, બીપીનભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમ શહેર કોંગ્રેસની યાદીમાં જણાવાયું હતું.
(3:28 PM IST)










