તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Saturday, 25th January 2025
ગુરૂવારે શહેરના કતલખાના બંધ રાખવાઃ મનપાનું જાહેરનામુ
જાહેરનામાનો ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી થશે

રાજકોટ, તા. રપઃ આગામી ‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન' નિમિતે તા. ૩૦ જાન્યુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા મ્યુનિ. કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યું છે કે, મનપા દ્વારા પ્રસિધ્ધ થયેલ સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાનાં અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪ર ની કલમ ૩ર૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી
(4:03 PM IST)










