<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પતિ સાથે કારમાં બેઠેલા મહિલાના ગળામાંથી ચિલઝડપઃ હાર પકડી રાખતાં તૂટેલી સર લઇ બાઇકસવાર ‘છૂ'

કાલાવડ રોડ સ્‍વસ્‍તિક પાર્ટી પ્‍લોટ પાસે બનાવઃ રાજભાઇ ગોંડલીયાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. રપઃ કાલાવડ રોડ પર આવેલા અંધ વૃધ્‍ધાશ્રમની સામે આવેલા સ્‍વસ્‍તિક પાર્ટીપ્‍લોટ પાસે ચીલ ઝડપ કારે કારમાં બેઠેલી મહિલાના ગળામાં ઝોંટ મારતા મહિલાએ સોનાનો હાર પકડી રાખતા હાર તુટી જતા રૂા. ૧ લાખની સોનાની સર હાથમાં આવતા ચીલઝડપકાર નાશી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી શેરી નં. પ માં રહેતા રાજભાઇ લવજીભાઇ ગોંડલીયા (ઉ.વ. ૩૭) ગઇ કાલે પોતે પત્‍ની સાથે કારમાં જતા હતા. ત્‍યારે કાલાવડ રોડ પર આવેલા સ્‍વસ્‍તિક પાર્ટી પ્‍લોટના ગેઇટ પાસે કાર ઉભી રાખતા કારની બાજુ એક અજાણ્‍યો શખ્‍સ બાઇક પર આવી કારમાં બેઠેલ રાજભાઇના પત્‍નીના ગળામાં ઝોંટ મારતા તેણે તુરંતજ ગળામાં પહેરેલો સોનાનો હાર પકડી રાખતા હારની સર તુટી ગઇ હતી. ચીલ ઝડપકારના હાથમાં રૂા. ૧ લાખની કિંમતની સોનાની સર આવી જતા બાઇક પર ભાગી ગયો હતો. બનાવ બનતા મહિલાએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ રાજભાઇ ગોંડલીયા પત્‍ની સાથે તાલુકા પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. બી.આર. ભરવાડે તપાસ હાથ ધરી છે.

(3:43 PM IST)