<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણી સમારોહ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયો: નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી

પ્રજાસત્તાક પર્વ દિને શહેરીજનોને મેયરની ભેટ: શહેરી બસ સેવાની સુવિધામાં વધારો કરવા માટે મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ: શહેરના ત્રિકોણબાગ, ગોંડલ ચોકડી, આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તથા કોઠારીયા ગામથી “અટલ સરોવર” જવા વિશેષ બસ સેવા શરૂ કરાય: ગોંડલ ચોકડીથી શાપર(વેરાવળ) સુધી નિયમિત અપડાઉન કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા, ગોંડલ ચોકડીથી શાપર(વેરાવળ) સુધી જવા આવવા માટે, બી.આર.ટી.એસ. સ્ટોપ ગોંડલ ચોકડીથી દર ૧૫-૨૦ મિનિટના અંતરે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે:

 

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા તા.૨૬-મી જાન્યુઆરી, ૭૬માં “પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણી અંતર્ગત આજ તા.૨૬ રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન કચેરી, ડૉ.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાએ કચેરીના પ્રટાંગણમાં ત્રિરંગો લહેરાવી, ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામુહિક રાષ્ટ્રગીતનું ગાન કરેલ.  

 

આ અવસરે  મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે,

 

“મિટા દિયા હૈ વજૂદ ઉનકા, જો ભી હમસે લડા હૈ,

દેશ કી રક્ષા કા સંકલ્પ લિયે, જો જવાન સરહદ પર ખડા હૈ”

 

 “જિનકા લહુ વતન કે કામ આતા હૈ,

ઉનકે હિસ્સે મે યહ મુકામ આતા હૈ”

 

 

        આજે ભારત દેશના ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિતે સૌ શહેરીજનોને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ ક્રાંતિવીરો, શહીદોને હું શત શત વંદન કરું છું. ભારત દેશને ૧૫ મી ઓગસ્ટ-૧૯૪૭ના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલએ ૫૬૦થી વધુ દેશી રજવાડાઓનું દેશમાં વિલિનીકરણ કર્યું હતું. દેશને આઝાદી મળ્યા બાદ વિશ્વના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરી, જરૂરી સુધારા વધારા કરી, ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત દેશે પોતાનું બંધારણ અમલમાં મુક્યું ત્યારથી આ દિવસને આપણું રાષ્ટ્ર પ્રજાસતાક પર્વ કે "ગણતંત્ર દિવસ" તરીકે ઉજવે છે.

 

 આજે પ્રજાસત્તાક પર્વ દિને મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને ભેટ આપતા જણાવ્યું હતું કે, , આજ શહેરી બસ સેવાની સુવિધામાં વધારો કરવા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવે છે. આ એપ્લીકેશનની મદદથી મુસાફરને બસના રૂટ, સમયપત્રક, બસનું લાઈવ લોકેશન, પીરીયોડીક પાસ, ઓનલાઇન બુકિંગ, જે-તે લોકેશન પર ઊભા હોય ત્યાં આવન-જાવન થતી બસની વિગતો સરળતાથી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

આજથી શહેરી બસ સેવાની સુવિધામાં વધારો કરવા, શહેરના ત્રિકોણબાગ, ગોંડલ ચોકડી, આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તથા કોઠારીયા ગામથી “અટલ સરોવર” જવા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવે છે. આ બસ ફક્ત દર રવિવારના રોજ સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૧:૦૦ સુધી કાર્યરત રહેશે.

  આજથી શહેરી બસ સેવામાં, ગોંડલ ચોકડીથી શાપર(વેરાવળ) સુધી નિયમિત અપડાઉન કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા, ગોંડલ ચોકડીથી શાપર(વેરાવળ) સુધી જવા આવવા માટે, બી.આર.ટી.એસ. સ્ટોપ ગોંડલ ચોકડીથી  દર ૧૫-૨૦ મિનિટના અંતરે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવે છે. આ બસ સેવાથી અંદાજિત ૨૫,૦૦૦થી વધુ મુસાફરોને લાભ થશે.      

 આ અવસરે  શહેરની સ્વચ્છતા અને સુંદરતાની બાબત પર પણ વિશેષ ભાર મુકવા ઈચ્છું છુ. પૂ. મહાત્મા ગાંધીજીના સંદેશને સાર્થક કરવા માટે તેમજ આપણું શહેર સ્વચ્છ શહેર બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રયાસને સફળ બનાવવા સૌ નગરજનો પણ દેશના પોતાનું નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવી, સાથ સહકાર આપે તે ખુબ જ આવશ્યક છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ થાય અને રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સિટી બને તે દિશામાં અવિરત આગળ ધપી રહી છે અને તેમાં "સૌનો સાથ સહકાર" મળી રહેશે તેવી મને અપેક્ષા છે.

 

વો દેશ મેરા,

જહાં લોગ બડે પ્યાર સે રહતે હૈ

વો દેશ નહી, મેરી જાન હૈ,

જિસે હમ હિન્દુસ્તાન કહતે હૈ.

 

અંતમાં,  ફરીને પ્રજાસતાક પર્વની સૌ નગરજનોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી હતી.

 

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહમાં ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સીધ્ધપુરા, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, માર્કેટ સમિતિના ચેરમેન રવજીભાઈ મકવાણા, વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, એસ્ટેટ સમિતિના ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા, હાઉસિંગ સમિતિના ચેરમેન નીતિનભાઈ રામાણી, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટરો નરેન્દ્રભાઈ ડવ, ડૉ. અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગસીયા,  રાણાભાઇ સાગઠીયા, બીપીનભાઈ બેરા, જયશ્રીબેન ચાવડા, પરેશ આર. પીપળીયા, જીતુભાઈ કટોડીયા, મિતલબેન લાઠીયા, અશ્મીતાબેન દેલવાડીયા, વિનુભાઈ સોરઠીયા, મીનાબા જાડેજા, જીતુભાઈ કટોડીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન મકવાણા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, શિક્ષણ સમિતિ સભ્ય હિતેશ રાવલ, મનસુખભાઈ વેકરીયા, કાર્યાલય મંત્રી મહેશ પરમાર, વોર્ડ અગ્રણીઓ જયેશ પંડ્યા, જીતુભાઈ સેલારા, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા, આસી. કમિશનર સમીર ધડુક, એન. કે. રામાનુજ, ભરત કાથરોટીયા, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, સીટી એન્જી. પી.ડી.અઢિયા, અતુલ રાવલ, મનોજ શ્રીવાસ્તવ, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, દબાણ હટાવ અધિકારી પરબત બારીયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેસણા, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, વિરલ ચાવડા, વલ્લભભાઈ જીંજાળા, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી તથા શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

(1:44 PM IST)