<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ સફાઈ કામદારોનું શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાય

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ૨૬-મી જાન્યુઆરી “પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણી સમારોહ સેન્ટ્રલઝોન કચેરી ખાતે યોજાયો. જેમાં મેયર નયનાબેન પેઢડીયાના શુભેચ્છા સંદેશ બાદ પ્રજાસતાક પર્વ પ્રસંગે,  મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર  પરેશભાઈ પરમાર, શ્રી પ્રેમિલાબેન ડુંગરશી,  મહેશભાઈ ધરણીયા,  લીલાબેન પરમાર,  જગદીશભાઈ મકવાણા અને  રેખાબેન સોલંકીનું મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી  ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ. કમિશનર તુષાર સુમેરા,  શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતના મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.       

(1:46 PM IST)