તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 28th January 2025
ખંઢેરીની વિકેટ ફ્રેન્ડલી, હાઇસ્કોરીંગ મેચ હશેઃ સિતાંશુ કોટક
ટીમ ઇન્ડીયાના બેટીંગ કોચની પત્રકાર પરીષદ અભિષેક, સંજુ અને તિલક સહિતના ક્રિકેટરોએ પોતાની અલગ સ્ટાઇલ બનાવી છે, શમી ૧૦૦ ટકા ફીટ પણ તે રમશે કે નહિ તેનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે

રાજકોટઃ આજે સાંજે ૭ વાગ્યાથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટી૨૦ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમના બેટીંગ કોચ અન ે પૂર્વ સૌરાષ્ટ્રના સુકાની સિતાંશુ કોટકે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રથમ બે મેચમાં ભારતે જીત મેળવી છે તેની વિશેષ ખુશી છે અને આ મેચને લઈને પણ અમારી તૈયારીઓ પૂર્ણ છે.
ભારતીય ટીમમાં એક વર્ષ બાદ પુનરાગમન જેમનું થયું છે તે ફાસ્ટ બોલર મોહમ્મદ સમી ફિટ છે કે અન ફિટ છે તેવા સવાલના જવાબ કોટકે જણાવ્યું હતું કે મોહમ્મદ સામી સંપૂર્ણપણે ફીટ છે. આજના રાજકોટના મેચમાં તેઓ રમશે કે નહીં તે નિર્ણય ટીમ મેનેજમેન્ટ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુકાની સૂર્યકુમાર યાદવ લેશે ત્યારે એ વિશે હું વિશેષ કોઈ ટિપ્પણી નહીં કરી શકું. પરંતુ જયાં સુધી ફિટનેસ નો સવાલ છે ત્યાં સુધી તેઓ ૧૦૦્રુ ફિટ છે.
ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા અને તિલક વર્મા વિશે તેમણે જણાવ્યું હતું કે બંને આક્રમક બેટિંગ માટે જાણીતા છે પરંતુ ભારતના તમામ બેટ્સમેનોની અલગ અલગ ખાસિયતો છે અલગ અલગ એરિયામાં તેઓ રમવામાં માહિર છે ત્યારે કોઈ એક ક્રિકેટરની પરંતુ તમામ ક્રિકેટરો એ પોતાની એક અલગ સ્ટાઈલ વિકસાવી છે તે મુજબ તેઓ રમી રહ્યા છે પરંતુ ટીમ ક્રિકેટ રમવામાં માની રહી છે ત્યારે ભારતીય ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન તેમજ તિલક વર્મા શાનદાર દેખાવ કરી રહ્યા છે. રાજકોટની વિકેટ વિશે તેમણે જણાવ્યું હતું કે પહેલેથી જ રાજકોટ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ માનવામાં આવે છે અને આ મેચમાં પણ મેચ હાઈ સ્કોરિંગ મેચ બને તેવી શક્યતા હું જોઉં છું.
સૂર્ય કુમાર ના નબળા ફોર્મથી શુ તમે ચિંતિત છો ત્યારે તેમને જણાવ્યું હતું કે સૂર્યા આઉટ ઓફ ફોર્મ છે તેવું કહી ન શકાય. કારણ કે ટી ર૦ મેચમાં આક્રમક ક્રિકેટ રમાતું હોય છે ત્યારે ઘણી વખત સારા બોલમાં પણ વિકેટ જતી હોય છે અને સુર્યા એવી રીતના કોઈ નિષ્ફળ ગયા હોય તેવું મને નથી લાગતું .એ મેચ વિનર છે અને ગમે ત્યારે એ ફોર્મમાં આવતા હોય છે.
બેટિંગ કોચ તરીકે કોઈ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ફોકસ મેચ જીતવા પણ હોય છે ત્યારે બેટિંગમાં જે કોઈ જરૂરિયાત મહેસુસ થતી હોય છે તે મુજબ વાતચીત થતી હોય છે.
(2:52 PM IST)










