<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

એમડી ડ્રગ્‍સ સાથે ઝડપાયેલા શિવપરાનો ઇરાફાન ઉર્ફ રોમીયો રાજસ્‍થાનથી માદક પદાર્થ લાવ્‍યો'તો

એસઓજી પીઆઇ સંજયસિંહ. એમ. જાડેજા, એએસઆઇ ધર્મેશભાઇ ખેર, વિરેન્‍દ્રસિંહ ઝાલા અને ટીમની કાર્યવાહીઃ ઇન્‍દુભા અને દિગુભાની બાતમીઃ રિમાન્‍ડની તજવીજ

રાજકોટ તા. ૨૮: શહેર એસઓજીની ટીમે કુવાડવા રોડ વાંકાનેર ચોકડી પાસેથી બાતમીના આધારે રૈયા રોડ દરજી જ્ઞાતિની વાડી સામે શિવપરા-૫માં રહેતાં મટનના ધંધાર્થી ઇરફાન ઉર્ફ રોમીયો હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૩૨)ને સ્‍વીફટ કાર જીજે૦૩એનપી-૩૫૩૬ સાથે પકડી લઇ તલાસી લેતાં રૂા. ૯૮૮૦૦નું ૯.૮૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ મળી આવતાં  કબ્‍જે કરી ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં પોતે બંધાણી હોવાની સાથે વેંચાણ પણ કરતો હોવાનું અને માદક પદાર્થ રાજસ્‍થાન તરફથી લાવ્‍યાનું રટણ કર્યુ હતું.

માદક પદાર્થનું વેંચાણ અટકે અને હેરાફેરી ન થાય તેમજ સે નો ટુ ડ્રગ્‍સ મીશન હેઠળ કાર્યવાહી થાય તેવી સુચના મળી હોઇ  એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા તથા દિગ્‍વિજયસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા વાંકાનેર ચોકડી પાસે અમદાવાદથી રાજકોટ તરફના રોડ ઉપર અજમેરી ટાયર સર્વિસ નામની દુકાન સામેથી માદક પદાર્થ મેફેડ્રોન સાથે ઇરફાન ઉર્ફ રોમીયોને પકડી લઇ તેની કાર, મોબાઇલ પણ કબ્‍જે લેવાયા હતાં. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે ડ્રગ્‍સનો બંધાણી હોઇ પોતાની પાસે જુનુ ડ્રગ્‍સ પડયું હોવાનું રટણ કર્યુ હતું, ત્‍યારબાદ રાજસ્‍થાનથી લાવ્‍યાનું પણ રટણ કર્યુ હતું. આગળની તપાસ માટે કુવાડવા રોડ પોલીસને સોંપાતા રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, ASI ધર્મેશભાઈ ખેર, વિરેન્‍દ્રસિંહ ઝાલા,  હેડકોન્‍સ. ઈન્‍દ્રસિંહ જાડેજા, મૌલિકભાઇ સાવલીયા, દિગ્‍વિજયસિંહ ગોહીલ, ફિરોઝભાઈ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા તથા કોન્‍સ. હાર્દીકસિંહ પરમાર, હરદેવસિંહ વાળા, મહિલા કોન્‍સ. મોનાબેન બુસા તથા ડ્રા. હેડકોન્‍સ ધર્મન્‍દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. પદાર્થનું પ્રાથમીક પરીક્ષણ એફ.એસ.એલ. અધિકારી કે. એમ. તાવીયાએ કર્યું હતું.

(4:22 PM IST)