<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

વેરા શાખા ત્રાટકી : ૩ મિલ્‍કતો સીલઃ ૩૧ લાખની વસુલાત

રાજકોટ :  રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર  ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત ૩-મિલક્‍તોને સીલ મારેલ તથા ૭-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૩-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નળ કનેક્‍શન કપાત થતાં રીકવરી થયેલ. આજના દિન ની રૂ.૩૧.૦૧ લાખની વસુલાત કરવામાં આવી હતી. વોર્ડ નં. ૧માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ‘ખોડીયાર હોટેલ' સીલ મારેલ. વોર્ડ નં-૭માં  ઢેબરભાઈ રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ. (સીલ) જયારે વોર્ડ નં-૧૪ માં  બાપુનગરમાં ૧-યુનિટને સીલ મારેલ. આ કામગીરી નાયબ કમિ‘ર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્‍યા, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી, ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.

(3:01 PM IST)