<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

શાપર-વેરાવળમાં બે સ્‍થળે ૪.૮ર લાખની ચોરી કરનાર ગેંગનો વધુ એક સાગ્રીત પકડાયો

મધ્‍ય પ્રદેશમાંથી શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધોઃ કાર અને રોકડ કબ્‍જે

તસ્‍વીરમાં પકડાયેલ તસ્‍કર (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ર૭ :.. શાપર-વેરાવળમાં બે  સ્‍થળે ૪.૮ર લાખની ચોરી કરનાર ગેંગના વધુ એક સાગ્રીતને મધ્‍ય પ્રદેશમાંથી શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધો મળતી વિગતો મુજબ ગત તા. ર૪ નાં રોજ કાંગશીયાળી ગામની સીમમાં આવેલ નીરવાના બંગ્‍લોઝમાં ફરીયાદી અરવિંદભાઇ જેરામભાઇ નરેરા તથા સાહેદ નરેન્‍દ્રસિંહ દીલુભા સોલંકીના ઘરના રૂમની બારીની ગ્રીલ તોડી રૂમના કબાટમાં રાખેલ સોનાના દાગીના વજન આશરે ર૪.પ તોલા કિ. રૂા. ૪,૧૪,૦૦૦ તથા ચાંદીના દાગીના કિ. રૂા. આશરે ૧૮,૦૦૦ તથા રોકડ રૂપિયા પ૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૪,૮ર,૦૦૦ ની મતાની ચોરી થતા પોલીસ અધિક્ષક  હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્‍ય એ સદર ગુન્‍હો શોધી કાઢી ગુન્‍હામાં સંડોવાયેલ કુલ-૯ આરોપીઓ પૈકી ૩ આરોપીઓને રોકડ રૂા. ૧,૭ર,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૩ કિ. રૂા. ૩૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ર,૦ર,પ૦૦ સાથે પકડી પાડેલ જે ગુન્‍હાના પકડવા પરના બાકી કુલ -૬ આરોપીઓ પૈકી વધુ એક આરોપી રવિન્‍દ્ર પુનીયાભાઇ જાણીયા (ઉ.વ.રપ) ધંધો ડ્રાઇવીંગ રહે. પરવજ્ઞટ સરપંચ ફળીયુ પોસ્‍ટ-દેવગેરે તા. જી. જાંબુઆ (મધ્‍યપ્રદેશ)ને મધ્‍યપ્રદેશના રાણાપુર ખાતેથી (શાપર-વેરાવળ) પોલીસ પકડી પાડી તેના કબ્‍જામાંથી  સફેદ કલરની સેવરોલેટ ટ્રાવેરા કાર જીજે -૦ર-બીએચ-૦૬૬ર કિ. રૂા.ર,૦૦,૦૦૦ તથા રોકડ રકમ રૂપીયા ૩૦,૦૦૦/- કબ્‍જે કરી હતી.

(3:02 PM IST)