News of Tuesday, 28th January 2025
લક્ષ્મીનગરના હર્ષને ૪૦ બોટલ દારૂ સાથે પીસીબીએ પકડયોઃ હકાનું નામ ખુલ્યું
અન્ય બે દરોડામાં જયેશ અને સંજય દેશી દારૂ સાથે પકડાયા

રાજકોટ તા. ૨૮: શહેરના નાના મવા રોડ પર લક્ષ્મીનગર-૨માં રહેતાં હર્ષ જીજ્ઞેશભાઇ જોષી (ઉ.૨૪)ને ભક્તિ નગર સ્ટેશન પ્લોટ-૨ જુની બંધ કેબીન પાસે રોડ પરથી રૂા. ૨૨૪૦૦ના ૪૦ બોટલ દારૂ સાથે પીસીબીની ટીમે પકડી લીધો હતો. તપાસમાં વૈશાલીનગરના હકા ભરવાડનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
જ્યારે વિરાણી અઘાટ ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નજીકથી ઢેબર કોલોની ઝૂપડપટ્ટીના જયેશ બાબુભાઇ રૂપાપરાને રૂા. ૨૬૦૦ના ૧૩ લીટર દેશી દારૂ સાથે અને કાંતા ગેસ ગોડાઉન નજીકથી બાબરીયા કોલોની ક્વાર્ટરના સંજય ગુલાબભાઇ ભોજવીયાને રૂા. ૩૦૦૦ના ૧૫ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો.
પીસીબીના ઇન્ચાર્જ એમ.આર. ગોંડલીયા, પીેસઆઇ હુણ, પીએસઆઇ ત્રાજીયા, મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામસિંહ, કરણભાઇ, કિરતસિંહ, હરદેવસિંહ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
(3:25 PM IST)










