<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ખાદ્યતેલમાં મંદીઃ સીંગતેલમાં ૧૫ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા ઘટયા

રાજકોટ તા.૨૮: ખાદ્યતેલોમાં મંદીના પગલે આજે સીંગતેલમાં ૧૫ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા ઘટયા હતા.

સ્‍થાનીક બજારમાં ઘરાકીના અભાવે સીંગતેલમાં મંદી જોવા મળી હતી અને ૧૫રૂાનો ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૧૪૦૫ રૂા હતા તે ઘટીને આજે બપોરે ૧૩૯૦ રૂા અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૪૨૦ થી ૨૪૭૦ રૂા હતા તે ઘટીને ૨૪૦૫ થી ૨૪૫૫ રૂાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦રૂા તુટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૧૫ રૂા હતા તે ઘટીને ૧૨૦૫ રૂા અને કપાસીયા ટીનના ભાવ ૨૧૩૦ થી ૨૧૮૦ રૂા હતા તે ઘટીને ૨૧૨૦ થી ૨૧૭૦ રૂા થયા હતા.

(3:38 PM IST)