તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ફ્રોડકોલથી સાવચેત રહેવા ગંગાસ્વરૂપા લાભાર્થી બહેનોને અનુરોધ
મામલતદાર કે અન્ય કોઈ ઓફિસથી ફોન કરી પૈસાની માંગણી કયારેય કરવામાં આવતી નથી

રાજકોટ, તા. ૨૯: અનુરોધ ડીજીટલ યુગમાં વિવિધ માધ્યમોથી ફ્રોડ થતુ હોય છે. ત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી બહેનોને આવા ફ્રોડ કોલથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે. લાભાર્થી બહેનોને કોઈ ફોન આવે અને તેઓને સહાય મંજુર થયેલ છે, ફોનમાં તેઓ ગાંધીનગરથી અથવા મામલતદાર ઓફિસથી બોલે છે કહી લાભાર્થીઓની મંજુર થયેલ સહાયની રકમ મેળવવા પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા જણાવે છે, જે ફ્રોડ કોલ એટલે કે ખોટા કોલ હોય છે.આથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના તમામ લાભાર્થીઓને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવે છે, કે આવા ફોન આવે તો ચેતવું, મામલતદાર કચેરી કે અન્ય ઓફિસ, ગાંધીનગરથી કોઈ ફોન કરી પૈસાની માંગણી કયારેય કરવામાં આવતી નથી, જેની તમામ લાભાર્થીઓએ નોંધ લેવા જણાવાયુ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની વધુ માહિતી માટે નજીકની મામલતદાર કચેરી અથવા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૩, બીજો માળ, બ્લોક નં.-૨, સરકારી પ્રેસની બાજુમાં,નો સંપર્ક કરવા અધિકારીની અખબારી યાદીમા જણાવાયુ છે.
(11:38 AM IST)










