તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં એન્ટેના ડિઝાઇન અંગે રાષ્ટ્રીયકક્ષાનો ઓનલાઇન વર્કશોપ
૧૫ રાજ્યના ૨૨૦ પ્રાધ્યાપકો જોડાયા : તજજ્ઞોનું માર્ગદર્શન

રાજકોટ તા.૨૯: દેશ ના ટેક્રિકલ એડયુકેશન ની ગુણવત્તા સુધારવા તથા રીસર્ચ, ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ ના વિકાસ માટે એ.આઈ.સી.ટી.ઇ. દ્વારા અટલ (ATAL) ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ચલાવવા માં આવે છે. જે અંતર્ગત રાજકોટ ની ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે એન્જીનીયરીંગ ના પ્રાધ્યાપકો માટે એક સપ્તાહ ના ઓનલાઇન વર્કશોપ ૅરિસેન્ટ ડેવલપમેન્ટ ઈન આર એફ એન્ડ એન્ટેના ડિઝાઇન ફોર વેરિયસ એપ્લિકેશનૅ નું આયોજન થયેલ છે. ઇલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપ દરમ્યાન એન્ટેના ડિઝાઇનને લગતા વિવિધ વિષયો જેમકે એરોસ્પેસ અને સંરક્ષણ કાર્યક્રમ, ઉપગ્રહ સંચાર અને નેવિગેશન તથા એન્ટેના મેઝરમેન્ટ અંગે દેશ વિદેશ ના ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.અલગ અલગ દિવસે લંડન ની અગ્રગણ્ય યુનિવર્સીટી ના ડૉ. અમિત પટેલ અને ડૉ. હોસૈન, ઈસરો ના એન્ટેના વિભાગના પૂર્વ વડા શ્રી આર. કે. માલવિયા અને વૈજ્ઞાનિક શ્રી સાગી શ્રવણ કુમાર તથા શ્રી ધર્મેન્દ્ર સિંઘ, ઇન્ટુપલ ટેકનોલોજીસ ના ડૉ. સ્વેતા અને શ્રી કુશ પરીખ, વિવિધ ઇજનેરી કોલેજ ના પ્રોફેસર ડૉ. જગદીશકુમાર રાઠોડ, ડૉ. મિલિન્દ શાહ, ડૉ. બી. જે. મકવાણા, ડૉ. શાહિદ મોડાસીયા તથા ડૉ. શોભિત પટેલ વિષય નિષ્ણાત તરીકે માર્ગદર્શન આપશે. આ વર્કશોપ માં તામિલનાડુ,આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક જેવા ૧૫ રાજ્યો માંથી કુલ ૨૨૦ જેટલા પ્રરાધ્યાપકો ભાગ લેનાર છે. ૨૭/૧થી તા. ૧/૨ સુધી ચાલનારા આ વર્કશોપ નું ઉદ્ધાટન મુખ્ય અતિથિ ડૉ. કિરણ પરમાર ની ઉપસ્થિતિ માં સહભાગી ઓ નું સ્વાગત સંસ્થા ના આચાર્ય ડૉ.કે. જી.મારડિયા દ્વારા કરવામાં આવ્યું. આ વર્કશોપ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.કે. જી.મારડિયા અને ઈ.સી. વિભાગની વડા શ્રી એસ.બી.પરમાર માર્ગદર્શન હેઠળ કોઓર્ડીનેટર પ્રો. નમ્રતા લાંઘણોજા , પ્રો. પ્રાપ્તિ પંડ્યા, પ્રો. રાહુલ મહેતા ઉપરાંત ઈ.સી. વિભાગની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.(૪૦.૧૨)
(2:30 PM IST)










