તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
SNK સ્કુલમાં વિદ્યાર્થીનીઓ સાથે મારામારી અને રેગીંગની ઘટનાના વિરોધમાં NSUIનું હલ્લાબોલ
ઉગ્ર સુત્રોચ્ચાર સાથે દેખાવો NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત ૧પ કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટ, તા. ર૯: શહેરની SNK સ્કુલમાં વિદ્યાર્થીનીઓને માર મારવા તેમજ રેગીંગની ઘટનાના વિરોધમાં આજે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના નેતૃત્વમાં ઉગ્ર દેખાવો કરી હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. પોલીસે ૧પ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
NSUI એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટની SNK સ્કુલ માં અભ્યાસ કરતી ધોરણ ૬ની વિદ્યાર્થીનીનો વિડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીની સાથે સિનિયર વિધાર્થિઓ દ્વારા મારામારી અને રેગિંગ થયું હોય તેમ ધોરણ ૬ ની વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવેલ છે પોતાની સાથે થયેલ મારપીટ અને રેગિંગની ફરિયાદ વારંવાર SNK સ્કૂલ પ્રશાસનને કરવામાં આવી હતી તેમ છતા પણ આ વિષય પર SNK સ્કુલ દ્વાર એક પણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા.
NSUI એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અન્ય કોઈ વિકલ્પ ન-વધતા આ ધોરણ ૬ની વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી હતી જે ખૂબ ગંભીર અને દુઃખદ વાત છે. અવારનવાર SNK સ્કૂલની દાદાગીરી સામે આવતી રહી છે જેની અનેક ફરિયાદો NSUI ને ભૂતકાળમાં મળેલ છે. હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એવી પણ એક ફરિયાદ NSUI ને મળી છે કે જેમાં RTE હેઠળ એડમિશન લઈ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. તેમને અલગ ક્લાસ માં બેસાડવામાં આવે છે. તેઓને સામાન્ય વિદ્યાર્થીઓ કરતા અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે તેઓ સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે ધોરણ ૧ માં પ્રવેશ કરતાંની સાથે જ આવો ભેદભાવ કરવામાં આવે છે.
ગુજરાતી NSUI ની માંગણી છે કે વિદ્યાર્થીની ઉપર કરવામાં આવેલ રેગિંગ અને મારામારી ઉપર તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલા લેવામાં આવે અને RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં ન આવે અને આવી નીતિને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને RTE હેઠળના વિધાર્થીઓને સમાન ગણવામાં આવે. જો SNK સ્કુલ પ્રશાસન આવા કિસ્સામાં તાત્કાલિક અસરથી પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં ગુજરાત NSUI દ્વાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
પોલીસે પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત ૧પ કાર્યકર્તાઓની અટકાયત કરી છે
(2:37 PM IST)










