તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
મીલપરામાં એપાર્ટમેન્ટમાં ચોકીદાર ડમર લોહારનો ફાંસો ખાઇ આપઘાત
નેપાળી યુવાનને બાથરૂમમાં પરિવારજનો જોઇ જાતા દેકારો મચાવ્યોઃ કારણ અકળ

રાજકોટ તા.૨૯ મીલપરામાં આવેલા તપોવન એપાર્ટમેન્ટમાં રહેતા નેપળી યુવાને બાથરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ મીલપરા શેરી નં ૨૬માં આવેલા તપોવન એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોરમાં રૂમમાં રહેતા ડમર સોરાસિંગ લોહાર (ઉ.વ.૩૫) એ ગઇ કાલે બાથરૂમમાં બારી સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા તેને લટકતી હાલતમાં જોઇ જતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણકરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇ.એમ.ટી અલ્પેશભાઇએ તપાસ કરતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ પી.એન.ગોહિલ સહિતે સ્થળ પ પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતક ડમર એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતો હતો.ત્રણ પુત્રી એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
તીરૂપતી સોસાયટીમાં બીમારીથી મહિલાનું મોત
કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ સામે તીરૂપતી સોસાયટી શેરીનં ૩માં રહેતા શ્રધ્ધાબેન શૈલેષભાઇ ડાભી (ઉ.વ.૩૧) ગઇ કાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારીના કારણે બે ભાન થઇ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેઙ કોન્સ એ.જે. રાણા સહિતે કાર્યવાહી કરી હતી.(૩૮.૧૨)
(2:37 PM IST)










