News of Wednesday, 29th January 2025
કોટડાના રામોદમાં ૮ એકર જમીન ઉપર બુલડોઝર ફેરવી દેતા મામલતદારઃ પ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ
૧ થી ૧ાા કિ.મી. લાંબી ચાઇનાની ‘દિવાલ' જેવી ફરતે પાકી દિવાલ બનાવી નાંખી હતી એક પાકૂ મકાન તોડી પડાયું: મામલતદાર ગુમાનસિંહ તો નાયબ મામલતદાર હિતુભા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ ચાલુ જ છે, આજે તેમની સુચના બાદ કોટડા મામલતદારે કોટડામાં સાંગાણીના રામોદ ગામે સરકારી જમીન સર્વે નં. ૬૬૪ -૬૬૬ ની ૮ એકરથી વધુ જમીન ઉપર થયેલ દબાણ ઉપર ત્રણ જેસીબી દ્વારા બુલડોઝર ફેરવી દઇ પાંચ કરોડથી વધુની જમીન ખૂલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દિધો છે.
અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે કોટડાસાંગાણી મામલતદાર શ્રી ગુમાનસિંહ જાડેજા, દબાણના નાયબ મામલતદાર શ્રી હિતુભા ચુડાસમા તથા પોલીસ સ્ટાફ-જીઇબી સ્ટાફે આજે બપોરે દોડી જઇ રામોદ ગામે ઉપરોકત ઓપરેશન હાથ ધર્યુ હતું. અને પાંચ કરોડથી વધુની કિંમતની ૮ થી ૧૦ એકર જમીન ખુલ્લી કરાવી હતી.
દબાણકારોમાં કોઇ પ્રણવ અને અન્ય ત્રણના નામો ખુલ્યા છે, અને લોકોએ સરકારી ખરાબા ફરતે ચાઇનાની દિવાલ જેવી ૧ થી ૧ાા કિ. મી. લાંબી મજબૂત ફરતી દિવાલ બનાવી નાંખી હતી, ર થી ૩ રૂમવાળુ મકાન બનાવી નાંખ્યું હતું, આ બધુ તોડી પડાયું છે. આ લખાય છે ત્યારે બપોરે ર વાગ્યે દબાણ હટાવ ઓપરેશન કામગીરી ચાલુ છે
(3:05 PM IST)










