News of Wednesday, 29th January 2025
તરઘડીયામાં ભરતને પિતા, ભાઇ, માતાએ ઉંધી કુહાડીના ઘા માર્યા
પોતાની પત્નિ સાથે ઝઘડો થતો હોઇ વચ્ચે પડતાં હુમલો

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર આવેલા તરઘડીયા ગામમાં રહેતાં ભરત છગનભાઇ સાડમીયા (ઉ.વ.૨૪) નામના યુવાન પર સાંજે તેના પિતા છગનભાઇ, ભાઇ વલકુ અને માતા શાંતુબેને હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઉંધી કુહાડીના ઘા મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભરતના કહેવા મુજબ તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પોતે સાંજે ઘરે આવ્યો ત્યારે તેની પત્નિ રીના સાથે તેના માતા, પિતા, ભાઇ ઝઘડો કરતાં હતાં અને ઘરમાંથી નીકળી જવાનું કહેતાં હતાં. આથી પોતે પરિવારજનોને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં ઉશ્કેરાઇ જઇ તેને મારકુટ કરી ઉંધી કુહાડીના ઘા ઝીંકાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
(3:11 PM IST)










