<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

નાકરાવાડીમાં વાડીએ વિજકરંટ લાગતાં ૧૮ વર્ષના સુમિતનું મોત

પિતા સાથે ખેત મજૂરી કરતો હતોઃ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ સોલંકી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર સાત હનુમાન નજીક નાકરાવાડી ગામમાં રહેતાં અઢાર વર્ષના યુવાનનું સાંજે વાડીએ કામ કરતી વખતે વિજકરંટ લાગવાથી મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ નાકરાવાડીમાં રહેતો સુમિત શૈલેષભાઇ સોલંકી (ઉ.વ.૧૮) સાંજે આઠેક વાગ્‍યે ગામમાં રૈયાભાઇ ફાંગલીયાની વાડીએ હતો ત્‍યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. કરમશીભાઇ પલાળીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.  મૃત્‍યુ પામનાર સુમિત ત્રણ ભાઇમાં મોટો હતો અને પિતાએ ગામના રૈયાભાઇની વાડી વાવવા રાખી હોઇ તેમાં સાથે મજૂરી કરતો હતો. સાંજે તે વાડીએ ગયો હતો ત્‍યારે પાણીની મોટર ચાલુ કરવા જતાં આ બનાવ બન્‍યો હતો. તેને તુરત હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચ્‍યો નહઓતો. યુવાન દિકરાના મોતથી સોલંકી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૬)

(3:12 PM IST)