<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

સાગર મોટર્સવાળા સાગર રૂઘાણી સાથે જીપના સોદામાં ઠગાઇ, માથે જતાં તેના ભાઇ પુનિતને ખૂનની ધમકી

વાંકાનેર અમરસરના આશિષ કોટેચાએ ૩.૫૦ લાખમાં જીપ ખરીદી ૨.૫૦ લાખ ચુકવ્‍યા હતાં: બાકીના ૧ લાખ મુદ્દત વિતી છતાં ન આપ્‍યાઉઃ પુનિત રૂઘાણીએ ઉઘરાણી કરતાં થાય તે કરી લેવાની ખૂનની ધમકી દીધીઃ પોલીસ કમિશનરને ફરિયાદ

રાજકોટ તા. ૨૯: ગોડલ રોડ પર સાગર મોટર્સ નામે વેપાર કરતાં વેપારી યુવાને પોતાના પિતાની માલિકીની જીપનું વેંચાણ રૂા. ૩,૫૦,૦૦૦માં વાંકાનેરના આશિષભાઇ કોટેચાને કર્યુ હોઇ સોદા વખતે તેણે ૨,૫૦,૦૦૦ રોકડા આપી બાકીના ૧ લાખ બે મહિનામાં ચુકવી દેશે તેવી ખાત્રી આપી કરારમાં લખાણ કર્યુ હતું. પરંતુ મુદ્દત વિતી ગયા છતાં આ રકમ ન આપતા વેપારીએ ફોન કરતાં આ વ્‍યક્‍તિએ ગાળો દઇ ધમકી દઇ થાય તે કરી લેવાનું કહી દેતાં આ મામલે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ બાબતે અમીન માર્ગ પર ‘પુનિત', ૩-હરિહર સોસાયટીમાં રહેતાં બીપીનભાઇ જીગજીવનભાઇ રૂઘાણી વતી સાગર બીપીનભાઇ રૂઘાણીએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી જણાવ્‍યું છે કે હું વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવુ છું. થોડા મહિના પહેલા મારા પિતા બીપીનભાઇને માર્ગ અકસમાતનો સામનો કરવો પડયો હોઇ તે હોસ્‍પિટલમાં સારવાર બાદ હાલ બેડરેસ્‍ટ પર છે અને હલનચલન કરી શકતા નથી, તેઓ ડોક્‍ટરની નજર હેઠળ છે. મારા પિતાની માલિકીની મહીન્‍દ્રા કંપનીની જીપ ગાડી જીજે૦૧આર-૯૫૧૦ (મોડેલ ૧૯૯૮) મેં આશિષભાઇ નલીનભાઇ કોટેચા (રહે. બ્‍લોક નં. ૮, શાષાીનગર સોસાયટી વાંકાનેર અમરસર)ને વેંચાણથી આપી છે. જેનો વેંચાણકરાર ઘરમેળે કરી તેમાં સહી કરી હતી. આ વાહનનો સોદો રૂા. ૩,૫૦,૦૦૦માં થયો હતો. જે તે વખતે મને આશિષભાઇએ બાના પેટે રૂા. ૨,૫૦,૦૦૦ રોકડા આપ્‍યા હતાં. બાકીના ૧ લાખ આ જીપ ખરીદનારને તા. ૨૬/૧૧/૨૪થી બે મહિનામાં ચુકવવાના રહેશે તેવો કરારમાં સ્‍પષ્‍ટ ઉલ્લેખ હતો. આ વાહનની લે-વેંચની પ્રક્રિયા અમારા વેપારના સ્‍થળ એટલે કે સાગર મોટર્સ ગોંડલ રોડ રાજકોટ ખાતે થઇ હતી. અમે સુથીની રકમ લઇને એડવોકેટ પાસે વાહનનું વેચાણખત તૈયાર કરાવ્‍યું હતું. તફાવતની રકમ ૧ લાખ  ખરીદનારને અમને મુદ્દત અનુસાર આપવાની હતી. અમે જે તે વખતે જ જીપ ગાડી સાથે તેના અસલ કાગળો-આરસી બૂક સહિત આપી દીધુ હતું અને વાહનનો કબ્‍જો સોંપી દીધો હતો.

 અમે અને જીપ ખરીદનાર એક જ જ્ઞાતિના હોઇએ વિશ્વાસ રાખી તેને વાહનનો કબ્‍જો સોંપી કાગળો પણ આપી દીધા હતાં. પરંતુ મુદ્દત વિતી ગયા છતાં મારે બાકીના લેવાના નીકળતા રૂા. ૧ લાખ તેણે ચુકવ્‍યા નથી. એટલુ જ નહિ છેતરપીંડી વિશ્વાસઘાત કરી વાહન તેમના નામે ટ્રાન્‍સફર પણ કરાવી લીધુ છે. અમારા ભાઇ પુનિત રૂઘાણીએ કાયદેસરની લેણી નીકળતી રકમ ૧ લાખની ઉઘરાણી માટે આશિષભાઇ કોટેચાને ફોન કરતાં તેણે ફોન પર ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી થાય તે કરી લેવાનું કહ્યું હતું. આશિષભાઇ સાથે તેના ભાઇ નિમિષ કોટેચા પણ મીલાપીપણુ કરી રહ્યા છે. અમારી સાથે વિશ્વાસઘાત કરી રકમ ન ચુકવી માથે જતાં ગાળો દઇ ધમકી આપી હોઇ ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં સાગર રૂઘાણીએ લેખિત ફરિયાદમાં જણાવી ન્‍યાયી કાર્યવાહીની માંગણી કરી છે. (૧૪.૯)

(3:33 PM IST)